ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીએ હરિયાણા કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર હુડ્ડા પર નિશાન સાધ્યું છે. ગુરનામ સિંહે કહ્યું કે, ભૂપેન્દ્ર હુડ્ડા મૂર્ખ છે. હરિયાણામાં કોંગ્રેસની તરફેણમાં જે વાતાવરણ સર્જાયું હતું તે અમારા દ્વારા બનાવવામાં આવ્યું હતું. કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ એ છે કે તેમણે કોઈ સમજૂતી કરી ન હતી અને કોંગ્રેસે બધુ તેમના હાથમાં છોડી દીધું હતું.


એક મજબૂત વિપક્ષી નેતા હોવો જોઈએ

ચઢૂનીએ વધુમાં કહ્યું કે, હવે પણ હું મીડિયા દ્વારા કોંગ્રેસ હાઈકમાન્ડને આ વાત જણાવવા માંગુ છું કે, તેઓ ભૂપેન્દ્ર હુડ્ડાને વિપક્ષના નેતા ન બનાવે. કારણ કે છેલ્લા 10 વર્ષમાં ભુપેન્દ્ર હુડ્ડાએ વિપક્ષની ભૂમિકા નિભાવી નથી. વિપક્ષની ભૂમિકા તો કિસાન યૂનિયને નિભાવી છે. જો કોંગ્રેસ આવું કરશે તો ભવિષ્યમાં પણ ભાજપના લોકો જ રાજ કરશે. આ વખતે એક મજબૂત વિપક્ષી નેતા હોવો જોઈએ જે લડી શકે.

ચઢૂનીએ ખેડૂતોના આંદોલનનું કર્યું હતું નેતૃત્વ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે જે વિરોધ પ્રદર્શનો થયા હતા તેનું નેતૃત્વ ગુરનામ સિંહ ચઢૂનીએ કર્યું હતું. આ ચૂંટણીમાં તેઓ કુરુક્ષેત્રની પિહોવા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. સંયુક્ત સંઘર્ષ પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ ચઢૂનીને ચૂંટણીમાં માત્ર 1170 મત મળ્યા હતા અને તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

કુરુક્ષેત્રની પિહોવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનદીપ ચટ્ટાનો વિજય થયો છે. ચૂંટણીમાં ચટ્ટાને 64548 મત મળ્યા હતા. ભાજપના જય ભગવાન શર્મા બીજા સ્થાને જ્યારે ચઢૂની પાંચમા સ્થાને હતા. હવે તેઓ હરિયાણામાં કોંગ્રેસની હાર માટે ભૂપેન્દ્ર હુડ્ડાને જવાબદાર ઠેરવી રહ્યા છે. ચઢૂની કહ્યું કે, કોંગ્રેસે હરિયાણામાં વિપક્ષની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી નથી, નહીંતર રાજ્યમાં તેની આ હાલત ન થઈ હોત.

ચૂંટણીમાં ભાજપે પલટાવી નાખી આખી બાજી

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ખેડૂતોના આંદોલન પછી આખા દેશમાં એવી ચર્ચા હતી કે, આ વખતે ભાજપને હરિયાણામાં સત્તા ગુમાવવી પડી શકે છે, પરંતુ ચૂંટણીના પરિણામો વિપરીત દિશામાં આવ્યા. ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર સત્તામાં આવી અને કોંગ્રેસને 37 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. 48 બેઠકો સાથે ભાજપ હવે હરિયાણામાં ત્રીજી વખત સત્તા પર બનાવવા જઈ રહ્યું છે.

  • Follow us on: