- બિહારના ભાગલપુરમાં એક હૃદયદ્રાવક ઘટના
- યુવકે તેના પરિવારના 4 સભ્યોની કરી ઘાતકી હત્યા
- પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
બિહારના ભાગલપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક યુવકે તેના પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા કરી નાખી. ગુનો કર્યા બાદ તેણે આત્મહત્યા પણ કરી લીધી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાંચેય મૃતદેહોને કબજામાં લીધા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
સમગ્ર મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ ઘટના અંગે પડોશીઓ પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. બિહાર પોલીસની કોન્સ્ટેબલ નીતુ કુમારી પણ હત્યા કરાયેલા ચાર લોકોમાં સામેલ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે નીતુના પોતાના પતિએ ચારેયની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી. પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની, સાસુ અને બે બાળકોની હત્યા કરી નાખી છે. આરોપીની લાશ રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ઘટનાસ્થળેથી સ્યૂસાઈડ નોટ મળી આવી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રથમ નજરે આરોપીએ અંગત વિવાદને કારણે આ ગુનો કર્યો હતો. કોન્સ્ટેબલ નીતુએ થોડા વર્ષો પહેલા આરોપી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પોલીસને આરોપીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ ઘટના પોલીસ લાઈન્સ સ્થિત સરકારી ક્વાર્ટરમાં બની છે. સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ભાગલપુરમાં પોલીસ લાઈન છે. અહીં સરકારી કર્મચારીઓને અનેક મકાનો ફાળવવામાં આવ્યા છે. આ ઘટના ક્વાર્ટર નંબર 37માં બની હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરમાં લોહીથી લથબથ ચાર મૃતદેહો પડેલા હતા. ત્યાં તે ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. મૃતદેહના ગળા પર ઊંડા ઘાના નિશાન હતા. પોલીસે પાડોશીઓ સાથે વાત કરી છે.
સ્યૂસાઈડ નોટમાં થયો મોટો ખુલાસો
સ્યૂસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, કોન્સ્ટેબલ નીતુ કુમારીના કોઈની સાથે ગેરકાયદેસર સંબંધો હતા. ડીઆઈજી વિવેકાનંદે જણાવ્યું કે, 2015 બેચની કોન્સ્ટેબલ નીતુ કુમારીનું ઘર અંદરથી બંધ હતું. સવારે દૂધવાળો આવ્યો અને દરવાજો ન ખૂલ્યો ત્યારે પડોશીઓએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો, જ્યાં ગળા કાપેલા પાંચ મૃતદેહો મળી આવ્યા. નીતુના પતિની લાશ ત્યાં લટકતી હાલતમાં મળી આવી હતી.