• દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતનું સંકટ
  • અનેક શહેરોમાં ભારે વરસાદને લઇ તંત્ર દ્વારા ચેતવણી
  • ચક્રવાત અને ભારે વરસાદને લઇ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિસંચરણના પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ-પશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર સવારે 5.30 વાગે બન્યું અને 8.30 વાગે પણ તે જ ક્ષેત્રમાં જોવા મળ્યું. તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને 24મી મેના રોજ સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક ડિપ્રિશન સ્વરૂપે કેન્દ્રીત થાય તેવી શક્યતા છે. ત્યારબાદ 25મી મેની સાંજ સુધીમાં તે ઉત્તર-પૂર્વ અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી ઘણી શક્યતા છે. 

હવામાન વિભાગે ભારે વરસાદની આપી ચેતવણી

25 અને 26મી મેના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં અનેક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ અને અલગ અલગ સ્થળો ઉપર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

ભારે પવન ફૂંકાવવાની શક્યતા

22મી મેના રોજ દક્ષિણ બંગાળની ખાડીમાં 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા છે. 23મીએ સવારથી મધ્ય અને નજીકના દક્ષિણ બંગાળની ખાડી પર પવનની ઝડપ ધીરે ધીરે 40-50 કિમી પ્રતિ કલાકથી વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જે 24મી સવારથી 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી વધીને 70 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ઉત્તર બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારો સુધી તથા 25 તારીખની સવારથી 26 તારીખની સાંજ સુધીમાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને નીકટવર્તી ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. 

ગુજરાત માટે શું આગાહી

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાતવાસીઓને હાલ તો ગરમીથી રાહત નહીં મળે. 5 દિવસ કાળઝાળ ગરમી હિટવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં હિટવેવ ની અસર રહેશે. સૌરાષ્ટ્ર માં 3 દિવસ હિટવેવની આગાહી કરાઈ છે. અમદાવાદ માં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર ,પાટણ મહેસાણા સાબરકાંઠા મહેસાણા ઓરેન્જ એલર્ટ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેશે. સુરેન્દ્રનગર માં 3 દિવસ હિટવેવ રહેશે. ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઈટ રહેશે. આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે. 1 કે 2 ડિગ્રી તાપમાન સામાન્ય ઘટાડો રહેશે. 

દેશમાં ક્યાં ક્યાં છે વરસાદની આગાહી

હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 26મી મેના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કેરળ અને માહેમાં 22મીએ અત્યંત ભારે વરસાદ અને 23મીએ ભારેથી અતિ ભારે વ રસાદની આગાહીના કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ 22 અને 23 માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • Follow us on: