ભારતીય વાયુસેના (IAF) અને ઉબેર વચ્ચે તાજેતરમાં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય હવાઈ દળના કર્મચારીઓ અને તેમના પરિવારોની સત્તાવાર મુસાફરી અને પરિવહનને સરળ બનાવવાનો છે, પરંતુ આ કરારથી સામાન્ય લોકો, અનુભવીઓ અને નિષ્ણાતોની ટેન્શનમાં વધારો થયો છે.


સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી

નિષ્ણાતોનું કહેવું છે કે, આ MOU દ્વારા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ડેટા એક્સપોઝર, લોકેશન ટ્રેકિંગ, શેરિંગ અને સંવેદનશીલ માહિતીના એક્સેસને અટકાવવાનું શક્ય બનશે. IAF અને Uber વચ્ચે થયેલા MOU અંગે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કંવલ જીત સિંહ ધિલ્લોન સહિત ઘણા સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે તેના પર ગંભીરતાથી પુનર્વિચાર કરવાની જરૂર છે. કારણ કે આના દ્વારા તમે પ્રેક્ટિકલી દરેક એરફોર્સના કર્મચારીઓનું જિયો-ટેગિંગ કરી રહ્યાં છો, જેથી તેમનું લાઈવ ટ્રેકિંગ થઈ શકે. જે અસુરક્ષાનું વાતાવરણ સર્જશે.

અધિકારીઓનો ડેટા સાર્વજનિક

સેનાના દિગ્ગજ સૈનિક પવિત્રન રાજને કહ્યું કે, અમે એ વાતથી ખુશ નથી કે સૈન્ય અધિકારીઓનો ડેટા સાર્વજનિક કરવામાં આવી રહ્યો છે. આ એક ચેતવણી છે, કારણ કે ડેટા સ્થાનિકીકરણ અને મજબૂત ગોપનીયતા કાયદા વિના ભારતનું લશ્કરી રક્ષા અશક્ય છે.

IAF દ્વારા કરાર અંગે માહિતી અપાઈ

તાજેતરમાં ભારતીય વાયુસેનાએ વાયુસેનાના કર્મચારીઓ અને તેમના પરિવારોને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે ઉબેર સાથે કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા, આની પુષ્ટિ IAF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવી હતી.

વાયુસેના અને ઉબેર વચ્ચે કરાર કરાયો

વાયુસેનાના કર્મચારીઓ અને તેમના પરિવારોની મુસાફરીની સુવિધા માટે એર વાઇસ માર્શલ ઉપદેશ શર્મા અને ઉબેરના વરિષ્ઠ કન્ટ્રી જનરલ મેનેજર અભિનવ મિટ્ટુ દ્વારા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

  • Follow us on: