દિલ્હીના વેલકમ વિસ્તારમાં 50 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ અને પછી ફાયરિંગ શરૂ થયું. આ ફાયરિંગમાં એક છોકરી સહિત બે લોકોને પણ ગોળી વાગી હતી. બંને ઘાયલ છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
દિલ્હીના વેલકમ એરિયામાં આવેલ રાજા માર્કેટ શનિવારે મોડી સાંજે ગોળીઓના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું. ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. બે જૂથો વચ્ચે થયેલા ફાયરિંગમાં એક બાળકી સહિત બે લોકોને ગોળી વાગી હતી. આ ફાયરિંગ વેલકમના રાજા માર્કેટમાં થયું હતું. દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.













