- દિલ્હી AIIMSનું સર્વર ડાઉન
- સારવાર માટે આવતા દર્દીઓ મુશ્કેલીમાં
- દર્દીઓ માટે ઑફ-લાઇન મોડમાં પ્રિસ્ક્રિપ્શન તૈયાર
દિલ્હી AIIMSનું સર્વર ડાઉન છે. સર્વર ડાઉન હોવાના કારણે સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં, દર્દીઓ માટે ઑફ-લાઇન મોડમાં પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરવામાં આવે છે.
દિલ્હી AIIMSનું સર્વર ડાઉન છે. સર્વર ડાઉન હોવાના કારણે સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારથી જ ઓનલાઈન સેવા ખોરવાઈ ગઈ છે. હાલમાં, દર્દીઓ માટે ઑફ-લાઇન મોડમાં પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ સમસ્યાના કારણે સર્વર ડાઉન છે. દેશની સૌથી મોટી મેડિકલ સંસ્થાનું સર્વર ડાઉન હોવાના કારણે ઓપીડી કાર્ડ બનાવવામાં મુશ્કેલી પડી હતી. નવા અને જૂના બંને દર્દીઓ પરેશાન હતા. ટેસ્ટ કરાવવામાં પણ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.













