• પોલીસે આતંકી ઘટનાને અંજામ આપવાના ઇરાદે દિલ્હીના વીવીઆઇપી વિસ્તારોમાં રેકી કરી
  • ISIS આતંકી રિઝવાન અલીની ધરપકડ કરી
  •  ISIS આતંકી રિઝવાન અલીએ મોટો ખુલાસો કર્યો

એક બાજુ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ દેશની શાંતિ ભંગ કરાવનારા આતંકીઓ સક્રિય થયા છે જો કે દિલ્હી પોલીસને કોઇ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા જ એક મોટી સફળતા હાથ લાગી છે. દિલ્હી પોલીસે આતંકી ઘટનાને અંજામ આપવાના ઇરાદે દિલ્હીના વીવીઆઇપી વિસ્તારોમાં રેકી કરનારા ISIS આતંકી રિઝવાન અલીની ધરપકડ કરી છે.

 પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે દિલ્હીમાં બ્લાસ્ટની તૈયારી કરી રહ્યો હતો

દિલ્હીથી ધરપકડ કરાયેલ ISIS આતંકી રિઝવાન અલીએ મોટો ખુલાસો કર્યો છે. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે દિલ્હીમાં બ્લાસ્ટની તૈયારી કરી રહ્યો હતો. રિઝવાને જણાવ્યું કે દિલ્હી પરત ફર્યા બાદ જામિયા અને ઓખલા વિસ્તારમાં યમુનાના તટીય વિસ્તારોમાં નિયંત્રિત વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. પુણે મોડ્યુલ પકડાયા બાદ તે દિલ્હીમાં નવું મોડ્યુલ તૈયાર કરવામાં વ્યસ્ત હતો. દિલ્હીના સ્પેશિયલ સેલે પુણે મોડ્યુલના આ આતંકી તુગલકાબાકાબાદ ગંગા બક્શ માર્ગ સ્થિત પાર્કમાંથી મોડી રાત્રે ઝડપ્યો છે. રિઝવાન પાસેથી પોઇન્ટ 30 બોરની સ્ટાર પિસ્તોલ, 3 કારતૂસ અને બે મોબાઇલ જપ્ત કરાયા છે.

 પુણે પોલીસ અને સ્પેશિયલ સેલ લગભગ દોઢ વર્ષથી રિઝવાનને શોધી રહ્યા હતા

રિઝવાન અલી આતંકી કમાન્ડર ફરતુલ્લા ઘોરીના સીધા સંપર્કમાં હતો. રિઝવાને પુણેમાં IED બ્લાસ્ટને કંટ્રોલ કરવાની ટ્રેનિંગ લીધી હતી. પુણે પોલીસના ચુંગાલમાંથી છટકી ગયા બાદ રિઝવાન મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં છુપાઈ ગયો હતો. ફરાર થવા દરમિયાન પણ રિઝવાન ફરાતુલ્લા ઘોરીના સંપર્કમાં હતો. ISIS મોડ્યુલના આ આતંકવાદીની દિલ્હી પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે રિઝવાન NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. NIA, પુણે પોલીસ અને સ્પેશિયલ સેલ લગભગ દોઢ વર્ષથી રિઝવાનને શોધી રહ્યા હતા. રિઝવાન વિરુદ્ધ NIAમાં બે કેસ નોંધાયેલા છે.

ISIની સૂચના પર લશ્કર-એ-તૈયબાએ ભરતી કરી હતી

રિઝવાને ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના નિર્દેશ પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ મોડ્યુલના આતંકીઓની ઓનલાઈન ભરતી કરી હતી કે તેઓ ISIS માટે કામ કરશે. આ મોડ્યુલના સાત આતંકીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.

  • Follow us on: