કેજરીવાલે દિલ્હીનું CM આવાસ ખાલી કર્યા બાદ વિવાદ અટકી રહ્યો નથી. ભાજપે દાવો કર્યો છે કે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાંથી 10-12 લાખ રૂપિયાની શૌચાલયની સીટો ગાયબ છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે 6 ફ્લેગ સ્ટાફ રોડ બંગલો ખાલી કર્યા બાદ PWD દ્વારા રવિવારે ઈન્વેન્ટરી લિસ્ટ (સામાનની યાદી) બહાર પાડવામાં આવી હતી. જણાવવામાં આવ્યું છે કે કેજરીવાલના ઘરમાં બોડી સેન્સર અને રિમોટ કંટ્રોલ સિસ્ટમવાળા કુલ 80 પડદા લગાવવામાં આવ્યા હતા.


આ પડદાની કિંમત 4 કરોડથી 5.6 કરોડ રૂપિયા હતી. તેમજ બાથરૂમમાં પાણી પુરવઠો અને 15 કરોડની કિંમતની સેનિટરી ફીટીંગ્સ બનાવવામાં આવી હતી. આ સિવાય લાખો કરોડ રૂપિયાની કિચન અને બાથરૂમની વસ્તુઓનો પણ યાદીમાં ઉલ્લેખ છે.

કેજરીવાલે સાદગીનો ડોળ કર્યો

ભાજપે દાવો કર્યો છે કે કેજરીવાલના બંગલામાંથી 10-12 લાખ રૂપિયાની ટોયલેટ સીટ ગાયબ છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ મોંઘા ઈલેક્ટ્રીક ઉપકરણો અને ગેજેટ્સની યાદી શેર કરતી વખતે આરોપ લગાવ્યો કે તે બધા કેજરીવાલની સુવિધા માટે લગાવવામાં આવ્યા હતા. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પણ આ મુદ્દે કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. સચદેવાએ કહ્યું કે મુખ્યમંત્રી બનતાની સાથે જ કેજરીવાલે પોતાનો અસલી સ્વભાવ બતાવી દીધો. તેઓ પ્રજાના પૈસામાંથી કરોડો રૂપિયા લક્ઝરી પાછળ ખર્ચવા લાગ્યા.

BJPના આકરા પ્રહાર

તેમણે કહ્યું કે કેજરીવાલ 10 થી 12 લાખ રૂપિયાની ટોઇલેટ સીટ વાપરે છે અને 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતના શાવરમાં સ્નાન કરે છે. તેણે માત્ર ઘરની સજાવટમાં જ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. યાદી જાહેર થયા બાદ બીજેપી પ્રદેશ અધ્યક્ષે કહ્યું- મુખ્યમંત્રી આવાસમાં સંપૂર્ણ ઓટોમેટિક સેન્સરવાળી સ્માર્ટ ટોયલેટ સીટ લગાવવામાં આવી હતી. તેમાં ઓટોમેટિક ઓપન-ક્લોઝ સીટ, હીટેડ સીટ, વાયરલેસ રીમોટ ડીઓડોરાઈઝર અને ઓટોમેટીક ફ્લશીંગ જેવી સુવિધાઓ હતી. તેની કિંમત 10-12 લાખ રૂપિયાની વચ્ચે હતી. આ ટોયલેટ સીટ હવે ગાયબ છે. આ સાથે કરોડો રૂપિયાની ડેકોરેટિવ વસ્તુઓ પણ ગાયબ છે.

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમણે 4 ઓક્ટોબરે આ બંગલો ખાલી કર્યો હતો.

વાસ્તવમાં કેજરીવાલ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત બંગલામાં 9 વર્ષથી રહેતા હતા. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમણે 4 ઓક્ટોબરે આ બંગલો ખાલી કર્યો હતો. સચદેવા અને ગુપ્તાએ કહ્યું કે કેજરીવાલ પોતાને સામાન્ય માણસ ગણાવીને સત્તામાં આવ્યા છે અને કહે છે કે તેઓ ક્યારેય બંગલો કે કાર નહીં ખરીદે. ઇન્વેન્ટરી લિસ્ટ પ્રમાણે તેઓ રાજાની જેમ આનંદ માણી રહ્યા હતા. ઈન્વેન્ટરી લિસ્ટમાં સીએમ હાઉસમાં 1 કરોડ રૂપિયાની ટોયલેટ સીટનો ઉલ્લેખ છે, બંગલામાં 5.6 કરોડ રૂપિયાના પડદા લગાવવામાં આવ્યા છે. CM હાઉસમાં 15 કરોડથી વધુની કિંમતના સેનેટરી ફિટિંગ કરવામાં આવ્યા છે.

  • Follow us on: