મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સામાન્ય વહીવટ, સેવાઓ, નાણા, મહેસૂલ, મહિલા અને બાળ કલ્યાણ, જમીન અને મકાન, જનસંપર્ક, તકેદારી અને વહીવટી સુધારા જેવા વિભાગો પોતાની પાસે રાખ્યા છે. આશિષ સૂદને ગૃહ વિભાગની જવાબદારી મળી છે, જ્યારે આરોગ્ય વિભાગની જવાબદારી ડૉ. પંકજ કુમાર સિંહને સોંપવામાં આવી છે.


6 કેબિનેટ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરાઇ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમની સાથે શપથ લેનારા તમામ 6 કેબિનેટ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરી છે. રેખા ગુપ્તાએ સામાન્ય વહીવટી સેવાઓ, નાણાં, મહેસૂલ, મહિલા અને બાળ કલ્યાણ, જમીન અને મકાન, જનસંપર્ક, તકેદારી અને વહીવટી સુધારણા વિભાગો પોતાની પાસે રાખ્યા છે. આ સિવાય બીજા 6 કેબિનેટ મંત્રીઓને નીચે મુજબના વિભાગ ફાળવાયા છે. 

  • પ્રવેશ વર્મા : જાહેર બાંધકામ વિભાગ, વિધાનસભા બાબતો, સિંચાઈ, પૂર નિયંત્રણ, પાણી, ગુરુદ્વારા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે
  • આશિષ સૂદ : ગૃહ, વીજળી, શહેરી વિકાસ, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, તાલીમ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
  • મનજિન્દર સિંહ : સિરસાને ઉદ્યોગ, અન્ન અને નાગરિક પુરવઠા, વન અને પર્યાવરણ અને આયોજન વિભાગની જવાબદારી મળી છે.
  • રવિન્દ્ર સિંહ : ઈન્દ્રરાજ સમાજ કલ્યાણ, એસસી અને એસટી કલ્યાણ, સહકારી વિભાગની જવાબદારી સંભાળશે.
  • કપિલ મિશ્રા : કાયદા અને ન્યાય, શ્રમ અને રોજગાર, વિકાસ, કલા અને સંસ્કૃતિ, ભાષા અને પ્રવાસન વિભાગની જવાબદારી સંભાળશે.
  • પંકજ કુમાર સિંહ : સ્વાસ્થ્ય, પરિવહન અને માહિતી ટેકનોલોજી વિભાગનો હવાલો સંભાળશે. પંકજ સિંહ પોતે વ્યવસાયે ડોક્ટર છે.

રામલીલા મેદાનમાં સીએમ અને અન્ય 6 મંત્રીઓએ શપથ લીધા

રેખા ગુપ્તાએ 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શાલીમાર બાગથી પહેલીવાર ધારાસભ્ય બનેલી રેખા ગુપ્તા ભાજપના સુષ્મા સ્વરાજ, કોંગ્રેસની શીલા દીક્ષિત અને આમ આદમી પાર્ટીની આતિશી પછી દિલ્હીની ચોથી મહિલા મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રીની સાથે રેખા ગુપ્તા, પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહે મંત્રી તરીકે શપથ લીધા.

દિલ્હીમાં ભાજપનો ઇતિહાસ 

ભારતીય જનતા પાર્ટી  27 વર્ષ પછી દિલ્હીમાં સત્તા પર પાછી આવી, તેણે છેલ્લે 1993 થી 1998 સુધી રાજધાનીમાં શાસન કર્યું. ભાજપે આ સરકારમાં ત્રણ મુખ્યમંત્રી બદલ્યા હતા. પહેલા મદનલાલ ખુરાના સીએમ બન્યા. જૈન હવાલા કૌભાંડમાં તેમનું નામ સામે આવતાં તેમણે રાજીનામું આપ્યું ત્યારે પાર્ટીએ પ્રવેશ વર્માના પિતા સાહિબ સિંહ વર્માને મુખ્યમંત્રી બનાવ્યા. જ્યારે તેમણે પણ રાજીનામું આપ્યું ત્યારે સુષ્મા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા.

  • Follow us on: