દિલ્હીના સીએમ કોણ તે સસ્પેન્સ પરથી આજે પડદો ઉઠી જશે. કારણ કે આજે બીજેપી દિલ્હીના મુખ્યમંત્રીના નામ પર મ્હોર લગાવવા જઇ રહી છે. આજે ધારાસભ્ય દળની બેઠક મળવાની છે જેમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ 10.30 કલાકે કેબિનેટની બેઠક મળશે ત્યાર બાદ 11.30 કલાકે બીજેપી સંસદીય બોર્ડની બેઠક મળશે. જેમાં સીએમ ના નામની ચર્ચા કરાશે.


પ્રવેશ વર્માનું નામ રેસમાં

નવા મુખ્યમંત્રી માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં પહેલું નામ પ્રવેશ વર્માનું છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા બાદ, પ્રવેશ વર્મા હાલમાં મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા પાસે 115.65 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેમની સામે ફોજદારી કેસ છે.

રેખા ગુપ્તા

આ મુખ્યમંત્રી પદના દાવેદારોમાં બીજું નામ રેખા ગુપ્તાનું છે, જે 50 વર્ષના છે અને શાલીમાર બાગથી જીત્યા છે. તે દિલ્હી ભાજપના મહાસચિવ અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.

વિજેન્દ્ર ગુપ્તા

 ત્રીજું નામ વિજેન્દ્ર ગુપ્તા (61) છે. રોહિણી બેઠક પરથી વિજેન્દ્ર ગુપ્તાએ હેટ્રિક ફટકારી છે. આમ આદમી પાર્ટીની લહેરમાં પણ તેઓ જીત્યા હતા. તેમની પાસે 16.1 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેમની સામે 4 ફોજદારી કેસ નોંધાયેલા છે. વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. આ રીતે, અનુભવની દ્રષ્ટિએ, તે બીજાઓ કરતા ઘણો આગળ છે.

આશિષ સૂદ

દાવેદારોમાં બીજું નામ આશિષ સૂદનું છે, જે 58 વર્ષના છે અને જનકપુરી બેઠકના ધારાસભ્ય છે. તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નજીકના છે અને ગોવાના પ્રભારી છે. તેઓ એક અગ્રણી પંજાબી નેતા છે અને સંઘના નજીકના માનવામાં આવે છે.

સતિષ ઉપાધ્યાય

બીજું નામ સતીશ ઉપાધ્યાયનું છે. માલવિયા નગરના 62 વર્ષીય ધારાસભ્ય દિલ્હી ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ સેન્સર બોર્ડના સભ્ય અને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.

20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ સમારોહ

નવા મુખ્યમંત્રી ગુરુવારે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવા મુખ્યમંત્રી 20 ફેબ્રુઆરીએ સવારે 11.30 વાગ્યે રામલીલા મેદાનમાં શપથ લેશે.

મહત્વનું છે કે ભાજપ 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછા ફરવામાં સફળ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે દિલ્હીની ભાજપ સરકાર પહેલા યમુનાના પાણીને સ્વચ્છ કરશે અને પછી રિવર ફ્રન્ટ અને ગ્રીન કોરિડોર બનાવશે. પ્રધાનમંત્રી મોદીએ વોટર મેટ્રોની શક્યતાને નકારી ન હતી, જેનો અર્થ એ થયો કે દિલ્હીના વિકાસની બ્લુ પ્રિન્ટ અંગે પીએમ મોદીના મનમાં કોઈ મૂંઝવણ નથી.

  • Follow us on: