- દિલ્હી કોચિંગ સેન્ટરમાં 3 વિદ્યાર્થીના મોતનો મામલો
- રાજ્યસભામાં ગુંજ્યો કોચિંગ સેન્ટરનો મુદ્દો
- લાપરવાહી તો થઇ છે -ધર્મેન્દ્ર પ્રધાન
દિલ્હીમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાની ઘટનાનો મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો હતો. લોકસભામાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ ઘટની બની તે ચિંતા કરનારી છે. આ અંગે આપણે ગમે તેટલું દુઃખ વ્યક્ત કરીએ પણ એ પરિવાર પર આવી પડેલી આફતને આપણે દૂર કરી શકવાના નથી.
લાપરવાહી તો થઇ છે -ધર્મેન્દ્ર પ્રધાન
Rau IAS કોચિંગમાં થયેલા મોત પર આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે નવી દિલ્હીના જૂના રાજેન્દ્ર નગર વિસ્તારમાં રાઉ IAS કોચિંગ સેન્ટરમાં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ ઉમેદવારોના મૃત્યુ માટે બેદરકારીને જવાબદાર ગણાવી હતી.
જવાબદારી નક્કી થાય તો જ ઉકેલ આવશે- ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં 3 UPSC ઉમેદવારોના મૃત્યુની ઘટના પર રાજ્યસભામાં કહ્યું કે લાપરવાહી તો થઇ છે. જવાબદારી નક્કી કરવામાં આવશે, ત્યારે જ ઉકેલ બહાર આવશે...આવી ઘટના ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ મંજૂર બિલ્ડીંગ અને કોઈ સુવિધા વિના કેટલાક કોચિંગ સેન્ટરો માફિયા બની ગયા છે. શું સરકાર આ અંગે કોઇ કાર્યવાહી કરવા જઇ રહી છે ? આ પહેલા લોકસભામાં મંત્રીએ કહ્યું હતું કે સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કોચિંગ સેન્ટરના નિયમો સંબંધિત દિશા નિર્દેશ જાહેર કર્યા હતા.
5 લોકોની ધરપકડ
પોલીસે ધરપકડ કરેલા લોકોમાં ચાર તો બિલ્ડિંગ માલિક છે. સરબજીત સિંહ, તેજિંદર સિંહ, હરવિંદર સિંહ અને પરવિંદર સિંહ છે. ચારેય પિતરાઈ ભાઈઓ છે. આ લોકો કરોલ બાગમાં રહે છે. તેણે રાવ IAS કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તાને 4 લાખ રૂપિયાના માસિક ભાડા પર બિલ્ડિંગનો બેઝમેન્ટ વિસ્તાર આપ્યો હતો.
રવિવારે 2 લોકોની ધરપકડ
મહત્વનું છે કે દિલ્હી પોલીસે કોચિંગ સેન્ટર ઘટનામાં માલિક અને કોઓર્ડિનેટરની ધરપકડ બાદ રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ બે આરોપીઓ વિરૂદ્ધ બિલ્ડીંગ મેનેજમેન્ટ, ડ્રેનેજ સિસ્ટમની દેખરેખ રાખતા કોર્પોરેશનના કામદારો અને અન્યો સામે ગુનેગાર હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કોર્ટે બંને આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કેસ નોંધ્યા બાદ પોલીસે રાવ IAS કોચિંગના માલિક અભિષેક ગુપ્તા અને સંયોજક દેશપાલ સિંહની ધરપકડ કરી હતી.