દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હી પોલીસે સોમવારે સાંજે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં આચારસંહિતા લાગુ થયા પછી લેવામાં આવેલા પગલાં અને મતદાનની તૈયારીઓ સંબંધિત માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે 7 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી ઘણા કેસોમાં કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, દિલ્હી પોલીસે તમામ દિલ્હીવાસીઓને 5 ફેબ્રુઆરીએ યોજાનાર મતદાનમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે.
દિલ્હી ઝોન 1 અને 2ના સ્પેશિયલ કમિશનરે યોજી પત્રકાર પરિષદ
પત્રકાર પરિષદ દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર ઓફ લો એન્ડ ઓર્ડર ઝોન 1 રવિન્દ્ર યાદવ અને ઝોન 2 ના મધુપ તિવારીએ મીડિયાને મળ્યા અને સંપૂર્ણ માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી માટે તેમની શું તૈયારીઓ છે અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? તેમણે મતદાન અને મતગણતરી અંગેની પોતાની તૈયારીઓ વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે 20 જાન્યુઆરી પછી, ચૂંટણી પ્રચાર દરમિયાન, અમે બધા જિલ્લાઓમાંથી પોલીસ દળોને એકત્ર કરવાનું શરૂ કર્યું. સીસીટીવી ચાલુ કર્યા.
51,000 લીટરથી વધુ દારૂ જપ્ત કર્યો
તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીની સરહદે આવેલા રાજ્યોની પોલીસ સાથે પણ એક બેઠક યોજાઈ હતી, જેથી આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તેની ખાતરી કરી શકાય. અમે મોટી સંખ્યામાં એવા લોકોને પકડી પાડ્યા છે. જેઓ ચૂંટણીમાં છેડછાડ કરી શક્યા હોત. તેમણે કહ્યું કે પોલીસે 51,000 લીટરથી વધુ દારૂ જપ્ત કર્યો છે. 2020માં તે 32,000 લીટર હતો. આ સિવાય ડ્રગ્સ સંબંધિત કેસોમાં 177 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 77.93 કરોડ રૂપિયાથી વધુ કિંમતના લગભગ 196.6 કિલો ડ્રગ્સનો જપ્ત કરવામાં આવ્યો છે.
8000 આર્મ્સ લાઈસન્સ જમા કરાવ્યા
લગભગ 1 લાખ લોકો સામે પ્રિવેન્ટીવ એક્શન કરવામાં આવી હતી. 8000 આર્મ્સ લાઈસન્સ જમા કરાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ગુનાઓમાં પણ ઘટાડો થયો. એકલા ઝોન-2 માં દરરોજ 1,100થી વધુ નાના ચૂંટણી કાર્યક્રમો આવરી લેવામાં આવ્યા હતા. અમે દરેક રેલીમાં લગભગ 5થી 6 હજાર લોકોની ભીડનું સંચાલન કર્યું, જ્યારે વડાપ્રધાનની રેલીમાં 25થી 30 હજારની ભીડ હતી.