દિલ્હીમાં કારમી હારનો સામનો કર્યા બાદ આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી લીધી છે. જો કે દિલ્હીના મુખ્યમંત્રી આતિષીએ કાલકાજીથી જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર રમેશ બિધુડીને હરાવ્યા છે. પાર્ટીની હાર બાદ આતિશીએ આજે સીએમ પદ પરથી રાજીનામું આપ્યુ છે. એલજી સચિવાલય પહોંચી ગઈ છે અને એલજીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે.
ગઈકાલે, ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં 70 માંથી 48 બેઠકો જીતીને વિજય મેળવ્યો હતો.
દિલ્હી ભાજપે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી
દિલ્હી ભાજપે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. આ બેઠક લોકસભા મુજબ હશે, જેમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, પ્રભારી બૈજયંત પાંડા અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ હાજર રહેશે.
પિતાનું અધૂરું કામ એ મારો સંકલ્પ છે... પરવેશ વર્મા
નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર પરવેશ વર્માએ કહ્યું, “મારા પિતાનું જીવન મારા માટે પ્રેરણારૂપ છે. તેમના અધૂરા કાર્યો મારા સંકલ્પો છે. જે રીતે દિલ્હીની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે, દિલ્હીના તમામ ધારાસભ્યો પીએમ મોદીના વિઝન મુજબ દિલ્હીને સુંદર બનાવવા માટે કામ કરશે. દિલ્હીની જનતાએ પીએમ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ જીતનો શ્રેય તેમને જાય છે. સમગ્ર દિલ્હી ગ્રામ્ય વિસ્તારની હાલત ખરાબ છે કારણ કે સત્તામાં રહેલા પક્ષોએ તેની અવગણના કરી, હવે અહીંના લોકો જાણે છે કે કામ થશે. અમારી સરકારે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું અને જે રીતે પીએમ મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે યમુના અમારી પ્રાથમિકતા હશે.