• દિલ્હીમાં વધુ એક આગની ઘટના
  • કૃષ્ણાનગરમાં ઘરમાં આગ લાગતા 3ના મોચ
  • 4 માળની બિલ્ડ઼િંગમાં પાર્કિંગમાં લાગી હતી આગ

દિલ્હીમાં એક બાદ એક આગની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. હજી તો વિવેક વિહારની ઘટના તાજી છે ત્યારે કૃષ્ણા નગરમાં મકાનમાં આગ લાગી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.

કેવી રીતે લાગી આગ

પોલીસના જણાવ્યા મુજબ આગની ઘટના શનિવારે મોડી રાતની છે. આ ઘટના ક્રિષ્ના નગરમાં બેંક ઓફ ઈન્ડિયા પાસે નંબર વન શેરી પર આવેલી છાછી બિલ્ડીંગમાં બની હતી. જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા. પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે પાર્કિંગમાં પડેલા બાઇક આગની ચપેટમાં આવ્યા હતા ત્યારબાદ આગ પહેલા માળ સુધી ફેલાઇ હતી.

કોના મોત કોણ ઘાયલ ?

પોલીસ રેકોર્ડ મુજબ આ ઘટનામાં પરમિલા શાદની સળગી ગયેલી લાશ પહેલા માળેથી મળી આવી હતી. જ્યારે કેશવ શર્મા અને અંજુ શર્માને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય દેવેન્દ્રને ગંભીર હાલતમાં મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આગની આ ઘટનામાં રૂચિકા સોનમ શાદને હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે અનેક લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે.


  • Follow us on: