- લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસની મહત્વની બેઠક
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં બેઠક
- રાહુલ ગાંધી અને મુકુલ વાસનિક બેઠકમાં હાજર
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો બેઠક કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસની બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. આજે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં કોંગ્રેસની બેઠક યોજાઈ રહી છે. જેમાં કોંગ્રેસના તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો, પ્રભારીઓ અને સેક્રેટરીઓ આવી પહોંચ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણી બાદ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. આ બેઠકમાં રાહુલ ગાંધી અને મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી, મહામંત્રી બેઠકમાં હાજર રહ્યા હતા. આ કોંગ્રેસની બેઠકમાં રાજ્યોમાં પક્ષની કામગીરી મુદ્દે સમીક્ષા કરાશે. આ સાથે SC-ST અનામત, ચૂંટણીવાળા રાજ્યોની રણનીતિ મુદ્દે ચર્ચા કરાશે. તો બીજી તરફ સંગઠનમાં ફેરબદલ મુદ્દે પણ ચર્ચા થઇ શકે છે.













