• દિલ્હી NCRમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર
  • અનેક વિસ્તારોમાં ક્યારેક વરસાદ તો ક્યારેક ભેજવાળી ગરમી
  • આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની અપેક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદે માજા મુકી છે. જો કે અનેક વિસ્તારોમાં ક્યારેક વરસાદ તો ક્યારેક ભેજવાળી ગરમી જોવા મળી રહી છે. હવામાન વિભાગે દિલ્હી NCRમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હી NCRમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર

બુધવારે સવારથી દિલ્હી-NCR વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.વરસાદ મંગળવારથી શરૂ થયો અને અવિરત ચાલુ રહ્યો છે. સતત વરસાદને કારણે દિલ્હી એનસીઆરના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ઠંડા પવનો, પ્રદૂષણમાં ઘટાડો અને તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને ઘણી રાહત મળી છે.

બુધવારે વરસાદ પછી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને હકીકત નગર, જીટીબી નગર, હરસ્વરૂપ કોલોની, મોલ રોડ, ફતેહપુર બેરી, હનુમાન મંદિર, વીરેન્દ્ર નગર બી બ્લોક, રાજ નગર એક્સ્ટેંશન સહિત ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની અને વૃક્ષો તૂટવાની ફરિયાદો મળી છે. , પશ્ચિમ સંત નગર, આઝાદ માર્કેટ અંડરપાસ, બુરાડી, લાજપત રાય માર્કેટ, ચાંદની ચોક, ઝડુંડા કાલા, મુકંદ વિહાર, બાબા હરદેવ નગર અને અન્ય ઘણા વિસ્તારો સામેલ છે. જેના કારણે રોડ પર ટ્રાફિક જામ અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

કેવું રહેશે દિલ્હીનું હવામાન?

હવામાન વિભાગે દિલ્હીની સાથે ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને અન્ય ઘણા વિસ્તારોમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ આગામી 5 દિવસ સુધી ગાજવીજ, જોરદાર પવન અને હળવા ઝરમર વરસાદની અપેક્ષા છે. જો કે આગામી સપ્તાહથી વરસાદમાં ઘટાડો થઈ શકે છે.

  • Follow us on: