• મોહમ્મદ અબ્દુલ સમદ નામના વ્યક્તિએ અરજી દાખલ કરી હતી
  • ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
  • CrPCની કલમ 125 તમામ મહિલાઓને લાગુ પડે છે

સુપ્રીમ કોર્ટે બુધવારે (10 જુલાઈ, 2024) એક મોટો નિર્ણય આપ્યો. કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ફરી સ્પષ્ટ કર્યું છે કે CrPCની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બુધવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. મોહમ્મદ અબ્દુલ સમદ નામના વ્યક્તિએ અરજી દાખલ કરી હતી.

હાઈકોર્ટે મોહમ્મદ સમદને 10,000 રુપિયાનું એલિમોની ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો

ન્યાયમૂર્તિ બીવી નાગરથના અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે CrPCની કલમ 125 હેઠળ છૂટાછેડા લીધેલી પત્નીને ભરણપોષણ ચૂકવવાના નિર્દેશ સામે મોહમ્મદ અબ્દુલ સમદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે 'મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ 1986' બિનસાંપ્રદાયિક કાયદા પર હાવી થઈ શકે નહીં. જસ્ટિસ નાગરથ્ના અને જસ્ટિસ મસીહે અલગ-અલગ, પરંતુ સર્વસંમત ચુકાદો આપ્યો. હાઈકોર્ટે મોહમ્મદ સમદને 10,000 રુપિયાનું એલિમોની ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

કલમ 125 તમામ મહિલાઓને લાગુ પડે છેઃ સુપ્રીમ કોર્ટ

ચુકાદો આપતાં જસ્ટિસ નાગરથનાએ કહ્યું, "અમે એ નિષ્કર્ષ સાથે ફોજદારી અપીલને ફગાવી રહ્યા છીએ કે CrPCની કલમ 125 તમામ મહિલાઓને લાગુ પડે છે કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે જો સીઆરપીસીની કલમ 125 હેઠળ અરજીની પેન્ડન્સી દરમિયાન સંબંધિત મુસ્લિમ મહિલાના છૂટાછેડા થઈ જાય છે, તો તે 'મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ 2019'ની મદદ લઈ શકે છે. કોર્ટે કહ્યું કે 'મુસ્લિમ એક્ટ 2019' CrPCની કલમ 125 હેઠળના લાગુ થશે.

CrPC ની કલમ 125 શું છે?

શાહબાનો કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CrPCની કલમ 125 એક ધર્મનિરપેક્ષ જોગવાઈ છે, જે મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડે છે. જો કે, તેને 'મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, 1986' દ્વારા રદ કરવામાં આવ્યો હતો. આ પછી, 2001 માં કાયદાની માન્યતા જાળવી રાખવામાં આવી હતી.

  • Follow us on: