નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માત અંગે ઉત્તર રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ ઉપાધ્યાયે અકસ્માતનું પ્રારંભિક કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર આ દુ:ખદ ઘટના બની ત્યારે પટના તરફ જતી મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 પર ઉભી હતી અને જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 15 પર ઉભી હતી.
18ના મોત
આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 14 અને 15 વચ્ચે એક મુસાફર લપસીને સીડી પર પડી ગયો અને તેની પાછળ રહેલા ઘણા મુસાફરો તેની ટક્કરથી અથડાઈ ગયા અને આ દુ:ખદ ઘટના બની. આ અકસ્માતની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. રેલ્વે સ્ટેશન પર થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
શું કહ્યું નજરે જોનારે ?
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગે રેલ્વે સ્ટેશન પરના એક કુલીએ કહ્યું કે હું 1981 થી કુલી તરીકે કામ કરી રહ્યો છું, પરંતુ મેં આટલી ભીડ પહેલા ક્યારેય જોઈ નથી. પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 થી ઉપડવાની હતી, પરંતુ તેને પ્લેટફોર્મ નંબર 16 પર ખસેડવામાં આવી. જ્યારે પ્લેટફોર્મ 12 પર રાહ જોઈ રહેલા લોકો અને બહાર રાહ જોઈ રહેલા લોકો પ્લેટફોર્મ 16 સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે લોકો અથડાયા અને એસ્કેલેટર અને સીડી પર પડી ગયા હતા.
અમે 15 મૃતદેહો ઉઠાવ્યા
ભીડને રોકવા માટે ઘણા કુલીઓ ત્યાં ભેગા થયા. અમે ઓછામાં ઓછા 15 લોકોને ઉઠાવ્યા. મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઇ ગયા. પ્લેટફોર્મ પર ફક્ત ચપ્પલ અને કપડાં જ બચેલા હતા. જ્યારે પ્લેટફોર્મ 12 પર રાહ જોઈ રહેલી ભીડ અને બહારથી આવેલા લોકોએ પ્લેટફોર્મ 16 સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકો અથડાયા અને એસ્કેલેટર અને સીડીઓ પર પડી ગયા. અમે પોલીસને ફોન કર્યો, ફાયર ટેન્ડર અને 3-4 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી અને લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી હતી. આ કારણે આ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પ્લેટફોર્મ નંબર 12-13 પર અટવાઈ ગયા હતા. ભીડ એટલી બધી હતી કે લોકો પ્લેટફોર્મ પર તેમજ સીડીઓ પર આવનારી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. રાત્રે 9.30 વાગ્યાની આસપાસ, પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 15 પર પહોંચી ગઇ હતી.