નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને ઘણા વિપક્ષી નેતાઓએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. દરમિયાન, સરકારે અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે. જે મુજબ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 1.0 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.


રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો. વૈષ્ણવે ટ્વિટર પર કહ્યું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડથી તે ખૂબ જ દુઃખી છે. મારી પ્રાર્થનાઓ એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આખી ટીમ આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત દરેકને મદદ કરવા માટે કામ કરી રહી છે.

અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ થશે

દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉત્તર રેલવેના સીપીઆરઓ હિમાંશુ શેખરે પણ અકસ્માત કેવી રીતે થયો તે અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે પટના તરફ જતી મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ 14 પર અને સંપર્ક ક્રાંતિ પ્લેટફોર્મ 15 પર જમ્મુ તરફ જઈ રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ પર ભીડ હતી અને ઘણા મુસાફરો લપસીને પડી ગયા હતા. જેના કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કેવી રીતે નાસભાગ મચી

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગની ઘટના પર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે ભીડને કાબૂમાં લેવા માટે કોઈ નહોતું. દરમિયાન પ્લેટફોર્મ નંબર 12 પર આવતી ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પર આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં બંને તરફથી ટોળાં આવી જતાં નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે અનેક લોકો દબાઈ ગયા હતા.

  • Follow us on: