શનિવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક મોટી ઘટના બની છે. રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે ભીડમાં ફસાયેલા કેટલાક લોકો બેભાન પણ થઈ ગયા છે. આ ઘટના નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13-14 પર બની છે.


ગૂંગળામણને કારણે એક પછી એક ઘણા લોકો બેભાન થઈ ગયા

જોકે, દિલ્હી પોલીસનું રેલ્વે યુનિટ પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની નાસભાગ મચવાનો ઇનકાર કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે 4 બેભાન મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ મહાકુંભ જવા માટે એક ટ્રેન નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર 13 પર આવવાની હતી. આ ટ્રેન પકડવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ કારણે પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી. આ કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગૂંગળામણને કારણે એક પછી એક ઘણા લોકો બેભાન થઈ ગયા છે. જેના કારણે ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.

રેલ્વેએ ભાગદોડનો કર્યો ઈનકાર

રેલવે પોલીસે ચારેય મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે. જ્યાં તેમની હાલત સારી હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ રેલવે પોલીસે કહ્યું કે પ્લેટફોર્મ પર કોઈ ભાગદોડ થઈ નથી. વધુ પડતી ભીડને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જો કે આ સમાચાર બાદ, રેલ્વે સ્ટેશન પર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશભરમાંથી મહાકુંભમાં જનારા લોકોની ભારે ભીડ હોય છે. દિલ્હી એનસીઆરમાં પણ આવી જ સ્થિતિ છે. અહીંથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે અને ડૂબકી લગાવી ચૂક્યા છે.


  • Follow us on: