દિલ્હી ચૂંટણીના પરિણામોનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. દિલ્હીમાં ભાજપ સરકાર બનાવતી દેખાય છે. ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કાર્યકરોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીના ચૂંટણી કિલ્લા પર વિજય મેળવનારા દરેક ભાજપ કાર્યકર્તાના ચહેરા પર ખુશીના ભાવ સ્પષ્ટ દેખાય છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તો જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે.
દિલ્હીમાં AAP સાફ! 27 વર્ષ બાદ ભાજપ સરકાર! દિગ્ગજોએ આપી પ્રતિક્રિયા
જીત પછી પ્રવેશ વર્માએ લખ્યું- જય શ્રી રામ, કૃતજ્ઞતા વ્યક્ત કરી નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલની 3 હજારથી વધુ મતોથી હાર બાદ, પ્રવેશ વર્માએ સોશિયલ મીડિયા પર જય શ્રી રામ પોસ્ટ કરી. તેમણે જનતાનો આભાર માન્યો છે.
દિલ્હી ચૂંટણીના પરિણામોનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. દિલ્હીમાં ભાજપ સરકાર બનાવતી દેખાય છે. ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કાર્યકરોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીના ચૂંટણી કિલ્લા પર વિજય મેળવનારા દરેક ભાજપ કાર્યકર્તાના ચહેરા પર ખુશીના ભાવ સ્પષ્ટ દેખાય છે.
AAPની 'હાર' પર સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા
દિલ્હી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. AAPની આ કારમી હાર પર સ્વાતિ માલીવાલે સોશિયલ સાઈટ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં દ્રૌપદીના વસ્ત્રો ઉતારવાનું ચિત્ર છે. સ્વાતિ માલીવાલે આ તસવીર પોસ્ટ કર્યા પછી, લોકો માની રહ્યા છે કે સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને તેમના અપમાનની યાદ અપાવી છે.
સાંસદ સુધાંશુ ત્રિવેદીની પ્રતિક્રિયા
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદી કહે છે કે અમે અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે અંતિમ પરિણામો ભાજપની તરફેણમાં વધુ સારા અને નિર્ણાયક રહેશે. આ દર્શાવે છે કે લોકોને પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા વચનોમાં વિશ્વાસ છે. આ અમારા માટે સકારાત્મક પરિણામ છે. દિલ્હીના લોકો 'પ્રાયોગિક' રાજકારણથી કંટાળી ગયા છે...
સંજય રાઉતે ઈન્ડિયા એલાયન્સ પર કટાક્ષ કર્યો
દિલ્હી ચૂંટણીના વલણોમાં ભાજપની લીડ અંગે શિવસેના (UBT) નેતા સંજય રાઉત કહે છે કે શરૂઆતના વલણોમાં જ કઠિન સ્પર્ધા દેખાઈ રહી છે. જો કોંગ્રેસ અને AAP સાથે હોત તો પરિણામો અલગ હોત. AAP અને કોંગ્રેસનો રાજકીય હરીફ ભાજપ છે. બંનેએ ભાજપને સત્તામાં આવતા અટકાવવા માટે લડ્યા, પરંતુ તેઓ અલગથી લડ્યા. જો તેઓ સાથે હોત, તો (ગણતરીના) પહેલા કલાકમાં જ ભાજપની હાર નિશ્ચિત હોત...