મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિનું ભવ્ય મંદિર આવેલ છે. આ મંદિરને લાલ બાગના રાજા તરીકે ઓળખાય છે. લાલ બાગના રાજાની એક ઝલક મેળવવા માટે લાખો લોકો લાઈનમાં ઉભા છે. ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગના રાજાની સૌથી વધુ ચર્ચા રહે છે. આ દરમિયાન લાલ બાગના પંડાલમાં દર્શન દરમિયાન VIP અને Non-VIP ભેદભાવને લઈને મુંબઈ પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.


સામાન્ય જનતા અને VIP ભક્તો વચ્ચે ભેદભાવ

આ ફરિયાદ બોમ્બે હાઈકોર્ટના એડવોકેટ આશિષ રાય, પંકજ મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, લાલ બાગ ગણપતિ બાપ્પા મહારાજના પંડાલમાં સંચાલકો બાપ્પાના દર્શન દરમિયાન નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ દંપતીઓ, વિકલાંગ વ્યક્તિઓ અને સગર્ભા મહિલા મુલાકાતીઓ સાથે ભેદભાવ કરે છે.

પંડાલમાં અમાનવીય ત્રાસ આપવામાં આવે છે

મુંબઈ પોલીસ કમિશનરને કરવામાં આવેલ ફરિયાદમાં જણાવાયું છે કે, VIP અને Non-VIP દર્શન હેઠળ પંડાલમાં સંચાલક અને અન્ય લોકો દ્વારા સામાન્ય મુલાકાતીઓને મારપીટ, દુર્વ્યવહાર અને અમાનવીય ત્રાસ આપવામાં આવે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ વ્યવસ્થા લાપરવાહી હેઠળ જાનલેવા દર્શન વ્યવસ્થા જેવી છે.

પંડાલમાં અધિકારીઓ પણ હાજર હોય છે

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ સમગ્ર ઘટના દરમિયાન બાપ્પાના પંડાલમાં મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય તમામ સરકારી અધિકારીઓ અને પંડાલના સ્થાપક અને પંડાલ મેનેજર પણ હાજર રહે છે. ફરીયાદમાં વધુમાં જણાવાયું છે કે, દર વર્ષે આ પ્રકારની વ્યવસ્થાની સાથે સામાન્ય જનતાને ભેદભાવ સાથે મુશ્કેલીઓમાં પરિવારના અન્ય સભ્યો સાથે દર્શન પ્રાપ્ત થાય છે.

ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચવી જોઈએ

ફરિયાદ હેઠળ કહેવામાં આવ્યું છે કે, કલમ 14 (સમાનતાના અધિકારો) અને કલમ 21 હેઠળ (સામાન્ય લોકો માટે સુરક્ષા અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા) કરવામાં આવે. દર્શન દરમિયાન ભેદભાવ કરીને દર્શનાર્થીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચવી જોઈએ.

  • Follow us on: