- રાહુલગાંધીએ બે બેઠક પરથી લડી ચૂંટણી
- બેમાંથી એક બેઠક છોડવી પડશે રાહુલગાંધીએ
- રાયબરેલી કે વાયનાડમાંથી કોની કરશે પસંદગી ?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધી યુપીની બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. રાયબરેલી અને વાયનાડ આ બંને બેઠક પર તેમણે જીત મેળવી છે. આ વાતને પણ 14 દિવસ થઇ ગયા પરંતુ રાહુલ ગાંધીએ રાયબરેલી કે પછી વાયનાડના સાંસદ રહેશે તે હજી નક્કી કર્યુ નથી. નિયમ મુજબ બે બેઠક પર સાંસદ ન રહી શકાય એક બેઠક તો છોડવી જ પડે.
સસ્પેન્સ યથાવત
18 જૂન સુધી રાહુલગાંધીએ રાયબરેલી અને વાયનાડમાંથી એકની પસંદગી કરવી પડશે. રાહુલગાંધી કઇ બેઠક પસંદ કરશે અને કઇ છોડશે તેને લઇને સસ્પેન્સ હજી યથાવત છે. પરંતુ કોંગ્રે સ સાથે જોડાયેલા નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેઓ રાયબરેલી બેઠક પર જ સાંસદ રહેશે.
કોંગ્રેસની આજે સાંજે બેઠક
મળતી માહિતી મુજબ કોંગ્રેસ આજે સાંજે બેઠક કરશે. સાંજે 5 વાગ્યે 10 રાજાજી માર્ગ પર કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક મળશે. તેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહેશે.
અવિનાશ પાંડેએ કર્યો દાવો
યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ તાજેતરમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી રાયબરેલી છોડશે નહીં. લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધી જ્યારે પહેલીવાર વાયનાડ પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ બેમાંથી એક સીટ પસંદ કરવા અંગે દુવિધામાં છે. રાહુલે ચોક્કસપણે કહ્યું હતું કે મારા નિર્ણયથી રાયબરેલી અને વાયનાડ બંને વિસ્તારના કાર્યકરો ખુશ થશે. હવે નિર્ણય માટે એક દિવસ બાકી છે.
નિયમ શું છે ?
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 68(1) મુજબ બે બેઠકો પરથી ચૂંટણી જીતવાના કિસ્સામાં સંબંધિત નેતાએ 14 દિવસની અંદર એક બેઠક છોડી દેવી પડે છે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. આવી સ્થિતિમાં, આ ચૂંટણીઓમાં ચૂંટાયેલા કોઈપણ સભ્ય માટે રાજીનામું આપવાની છેલ્લી તારીખ 18 જૂન છે.
રાજીનામુ ન આપે તો શું ?
રાજીનામું નહીં આપો તો શું થશે?
હવે પ્રશ્ન એ પણ છે કે બે બેઠકો પરથી ચૂંટાયેલો સભ્ય 14 દિવસની નિયત મર્યાદામાં એક બેઠકના સભ્યપદેથી રાજીનામું ન આપે તો શું થશે? નિયમ મુજબ જો કોઈ સભ્ય 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું નહીં આપે તો તેની બંને બેઠકો પરથી ચૂંટણી રદ થશે અને બંને બેઠકો ખાલી ગણવામાં આવે છે.
રાહુલ ક્યાંથી કેટલા માર્જિનથી જીત્યા?
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી યુપીના રાયબરેલી અને કેરળની વાયનાડ સીટ પરથી જીત્યા હતા. રાહુલ ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલીમાંથી 3 લાખ 90 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા. રાયબરેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સામે ચૂંટણી લડી રહ્યા હતા. સોનિયા ગાંધી 2019માં રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે વાયનાડમાં રાહુલે એ રાજાની પત્ની એની રાજાને 3 લાખ 64 હજાર મતોના માર્જિનથી હરાવ્યા હતા.