રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે, સંઘના વડા મોહન ભાગવતે સંઘની વિજયાદશમી (દશેરા) રેલીમાં હિન્દુઓ વિશે મોટી વાત કહી. તેમણે કહ્યું કે હિંદુઓએ સંગઠિત અને મજબૂત રહેવું જોઈએ. નબળા હોવું એ ગુનો છે. સમાજમાં વિખવાદ અને સંઘર્ષ ન હોવો જોઈએ. આપણો દેશ આગળ વધી રહ્યો છે. વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઊભી થઈ છે. ભારતની વિવિધતા એ ભારતની તાકાત છે. કેટલાક લોકોને ભારતની પ્રગતિમાં સમસ્યા છે.


   

સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. ત્યાં લધુમતીઓ ખતરામાં છે. બાંગ્લાદેશમાં હિંદુ સમાજ પ્રથમવાર સંગઠિત થઈને સ્વંયના બચાવમાં ઘરની બહાર આવ્યા એટલે થોડા બચી ગયા છે. અસંગઠિત રહેવું અને નબળા રહેવું એ દુષ્ટોને અત્યાચારોને આમંત્રણ આપવા જેવું છે. આ વાત વિશ્વભરમાં હુંદુ સમાદે સમજવી જોઈએ. હિંદુઓએ એકથઈને રહેવું ખૂબ જરૂરી છે.

સંઘ પ્રમુખે અનેક મુદ્દાઓ પર નિવેદન આપ્યું

આ દરમિયાન મોહન ભાગવતે કોલકાતાની આરજી કાર હોસ્પિટલની ઘટના, બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ જેવા ઘણા વિષયો પર વાત કરી. તેમણે કહ્યું કે આરજી કારની ઘટના ગુના અને રાજકારણના મિશ્રણને કારણે બની છે. નબળા અને અવ્યવસ્થિત હોવું એ ગુનો છે. બાંગ્લાદેશને કોણ ગેરમાર્ગે દોરી રહ્યું છે તે બધા જાણે છે. અમને આ સંકેત મળ્યો છે. ગણેશ વિસર્જન વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુંડાગીરી ચાલુ રાખવા દેવી જોઈએ નહીં. આપણે આપણી જાતને બચાવવા માટે સજાગ રહેવું જોઈએ અને આ આપણો અધિકાર પણ છે. વિશ્વભરના હિન્દુઓને ભારત સરકાર તરફથી મદદ મળવી જોઈએ.

સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે સંજોગો ક્યારેક પડકારજનક હોય છે તો ક્યારેક સારા. માનવ જીવન ભૌતિક રીતે પહેલા કરતા વધુ સમૃદ્ધ છે પરંતુ આપણે જોઈએ છીએ કે આ સુખી અને વિકસિત માનવ સમાજમાં પણ ઘણા સંઘર્ષો ચાલી રહ્યા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે. દરેક વ્યક્તિ ચિંતિત છે કે તે કેટલું વ્યાપક હશે અને તેની અન્યો પર શું અસર થશે.


  • Follow us on: