• આસામના ગુવાહાટીમાં ભૂકંપ
  • 3.5ની તીવ્રતાની નોંધાયો ભૂકંપ
  • 5.42 કલાકે અનુભવાયા ભૂકંપના આચંકા

દેશમાં એકબાદ એક શહેરોમાં ભૂકંપના આચંકા અનુભવાઇ રહ્યા છે. દિલ્હીમાં પણ અવારનવાર ભૂકંપ આવ્યો હોવાનું સામે આવે છે ત્યારે અસમના ગુવાહાટીમાં આજે વહેલી સવારે ભૂકંપ અનુભવાયો.

3.5ની તીવ્રતાનો ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. NCS અનુસાર, ગુરુવારે (7 ડિસેમ્બર) સવારે 5.42 વાગ્યે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એનસીએસએ કહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર 26.63 અક્ષાંશ અને 92.08 રેખાંશ પર માનવામાં આવતું હતું અને એમ પણ કહ્યું હતું કે આંચકા 5 કિમીની ઊંડાઈએ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.

કોઇ જાનહાનિ નહી

ગુવાહાટીમાં આજે શુક્રવારે સવારે લગભગ 5.42 વાગે રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે લગભગ 542 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 હતી. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. છેલ્લા કેટલાક મહિનામાં ભૂકંપના કેસોમાં ઝડપથી વધારો થયો છે.


  • Follow us on: