• નેશનલ સિસ્મોલોજી અનુસાર અહીં 3.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા
  • ઉમરિયા અને જબલપુરના કુંડમ, પનગર, ચંદિયા, શાહપુરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
  • જો કે કોઇ જાનહાની થઇ નથી અગાઉ ગ્વાલિયરમાં ભૂકંપ નોંધાયો હતો

મધ્યપ્રદેશના પચમઢીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.નેશનલ સિસ્મોલોજી અનુસાર અહીં 3.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.ઉમરિયા અને જબલપુરના કુંડમ, પનગર, ચંદિયા, શાહપુરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જો કે કોઇ જાનહાની થઇ નથી અગાઉ ગ્વાલિયરમાં ભૂકંપ નોંધાયો હતો. જે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 માપવામાં આવી હતી. શનિવારે જ બિહાર અને નેપાળના કેટલાક ભાગોમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પચમઢીથી ઉત્તર-પૂર્વમાં 218 કિમી દૂર હતું. આ કેન્દ્ર જમીનની અંદર 23 કિમીની ઊંડાઈ પર હતું.નિષ્ણાતોનું કહેવું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી છે. આના કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી, હા બારીઓ વગેરેના કાચ ચોક્કસથી તૂટી શકે છે અને દિવાલો પરથી ફ્રેમ્સ પડી શકે છે.

બિહારમાં શનિવારે ભૂકંપ આવ્યો હતો

શનિવારે પણ દેશના ઘણા ભાગોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. હજુ સુધી આમાં કોઈ નુકસાનના સમાચાર નથી. શનિવારે બિહારના કેટલાક જિલ્લાઓમાં હળવા આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 હતી.આ ભૂકંપ સવારે 11 વાગ્યાની આસપાસ આવ્યો હતો. બગાહા, બેતિયા અને મોતિહારીમાં કેટલાક સ્થળોએ તેના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર જ્યાં હતું તે સ્થળ મુઝફ્ફરપુરથી 171 કિમી ઉત્તરે છે. ઓછી તીવ્રતાના કારણે લોકોને તેની જાણકારી મળી ન હતી.

  • Follow us on: