• મની લોન્ડ્રિંગ મામલે એક્શનમાં ઇડી
  • દિલ્હી સહિત 5 રાજ્યોમાં સર્ચ તેજ
  • ફેક રજિસ્ટ્રી સ્કેમ મામલે તપાસ

ઉત્તરાખંડમાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા ફેક રજિસ્ટ્રી સ્કેમ મામલે પાંચ રાજ્યોમાં ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઇડી દ્વારા તમામ જગ્યા પર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યુપી, દિલ્હી, ઉત્તરાખંડ, આસામ અને પંજાબ એમ પાંચ રાજ્યોની વિવિઝ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

ઇડી દ્વારા કરવામાં આવી રહી છે કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં જ EDએ ઘણા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી કરી છે. જેઓ મની લોન્ડરિંગ કરતા પકડાયા છે. આ ઉપરાંત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી તમામ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મની લોન્ડરિંગના ઘણા કેસ સામે આવ્યા છે, જેના કારણે EDનું કામ પણ વધી ગયું છે. EDની કાર્યવાહીને લઈને ઘણી વખત સવાલો ઉભા થાય છે. વિપક્ષ કહે છે કે આનો ઉપયોગ તેમને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

વિપક્ષ શું લગાવે છે આરોપ ?

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે તાજેતરમાં જ કહ્યું હતું કે એનડીએ સરકાર વિપક્ષી નેતાઓની પ્રતિષ્ઠાને ડામવા માટે EDનો ઉપયોગ કરે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે EDએ લાંબા સમય સુધી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી. આના દ્વારા તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈમાનદારી અને સત્ય સામે ઈડીને ઝુકવું પડ્યું. તેમણે સંજય રાઉત, હેમંત સોરેન, અરવિંદ કેજરીવાલ, કવિતા જેવા નેતાઓ સામે તપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો.

જો કે સરકાર હંમેશા આ આરોપોને નકારી રહી છે. કહ્યું કે ED સંપૂર્ણપણે સ્વતંત્ર તપાસ એજન્સી છે. વિપક્ષના કોઈપણ નેતાને નિશાન બનાવવા માટે EDની કાર્યવાહી થતી નથી. જ્યારે પણ તેને ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડરિંગ કેસની માહિતી મળે છે, ત્યારે તે કાર્યવાહી કરે છે.

  • Follow us on: