- ઇડીના 5 શહેરોમાં 15 સ્થળે દરોડા
- 1392 કરોડનો બેંક સ્કેમનો છે મામલો
- MLA રાવદાન સિંહ અને તેમના પરિવાર સહિત અન્યો સામે કાર્યવાહી
EDએ દિલ્હી, ગુરુગ્રામ, મહેન્દ્રગઢ, બહાદુરગઢ અને જમશેદપુરમાં દરોડા પાડ્યા છે. ઇડીએ 1392 કરોડ રૂપિયાનો બેંક સ્કેમને લઇને 5 સહેરોમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા છે.
આ દરોડા મહેન્દ્રગઢના ધારાસભ્ય રાવદાન સિંહ અને તેમના પરિવાર અને અન્ય લોકો વિરુદ્ધ પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?
શું છે મામલો ?
મહત્વનું છે કે મેસર્સ એલાઈડ સ્ટ્રિપ્સ લિમિટેડ કંપની જે ધારાસભ્ય રાવદાન સિંહ અને તેમના પરિવાર સાથે સંબંધિત છે. તેમના દ્વારા 1392 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી, જે પરત કરવામાં આવી ન હતી. સીબીઆઈએ આ મામલે કંપની અને તેના પ્રમોટર્સ મોહિન્દર અગ્રવાલ અને ગૌરવ અગ્રવાલ અને અન્યો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બાદમાં EDએ આ મામલે PMLA હેઠળ અલગ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી.
કોણ છે રાવદાનસિંહ ?
મહત્વનું છે કે ઈડીની ટીમ મહેન્દ્રગઢના ધારાસભ્ય રાવદાન સિંહના ઘરે દરોડા પાડવા માટે વહેલી સવારે પહોંચી હતી. આ દરમિયાન ઈડીની ટીમ સાથે સુરક્ષાકર્મીઓ પણ જોવા મળ્યા હતા. રાવદાન સિંહ હરિયાણાની એક મોટી શૈક્ષણિક સંસ્થાના માલિક છે. મહત્વનું છે કે રાવદન સિંહ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નજીકના માનવામાં આવે છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ભિવાનીથી રાવદાન સિંહને ટિકિટ આપી હતી. પરંતુ તેમણે ભાજપના ઉમેદવાર ધરમવીર સિંહ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ટિકિટ આપવાને લઈને કોંગ્રેસમાં ભારે વિવાદ થયો હતો.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તૈયારી
હરિયાણામાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે ગત વખત કરતા આ વખતે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં વધુ મજબૂત લાગી રહી છે. પરંતુ ધારાસભ્ય રાવદાન સિંહ દ્વારા બેંક ફ્રોડનો મામલો વધુ ગરમાઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ દરોડા પછી ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલી શકે છે. રાવદાન સિંહને લોકસભા ચૂંટણીમાં મહેન્દ્રગઢ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં વિધાનસભા ચૂંટણીમાં તેમનો દાવો મજબૂત જણાતો નથી.