લેન્ડ ફોર જોબ કૌભાંડમાં રાબડી દેવીની બે વર્ષમાં બીજી વખત પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે તેજ પ્રતાપ યાદવની પહેલીવાર પૂછપરછ કરવામાં આવી છે. EDએ રાબડી દેવીને 4 કલાક સુધી પ્રશ્નો પૂછ્યા. લાલુ યાદવ પરિવાર નોકરી બદલ જમીન કેસમાં તપાસ હેઠળ છે. મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્રને પ્રશ્નો પૂછ્યા હતા. EDના અધિકારીઓએ બંનેને અલગ-અલગ રૂમમાં બેસાડ્યા અને પ્રશ્નો પૂછ્યા. આજે લાલુ પ્રસાદ યાદવે પણ ED સમક્ષ હાજર થવાનું છે.
અગાઉ પણ તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી હતી પૂછપરછ
લેન્ડ ફોર જોબ કૌભાંડમાં રાબડી દેવીની બે વર્ષમાં બીજી વખત પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે તેજ પ્રતાપ યાદવની પહેલીવાર પૂછપરછ કરવામાં આવી છે. EDએ રાબડી દેવીને 4 કલાક સુધી પ્રશ્નો પૂછ્યા. જ્યારે તેજ પ્રતાપની 4.5 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા 29 જાન્યુઆરીએ EDએ લાલુની 10 કલાક પૂછપરછ કરી હતી. ગયા વર્ષે 30 જાન્યુઆરીએ EDએ પણ તેજસ્વી યાદવને પ્રશ્નો પૂછ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર EDની ટીમ રાબડી દેવીની પૂછપરછ દરમિયાન ઘણા સવાલોના જવાબ જાણવા માંગતી હતી. જોકે, રાબડી દેવીએ ઘણા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું એવું EDના સૂત્રોનું કહેવું છે. રાબડી, તેજ પ્રતાપ અને લાલુના નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવી રહ્યા છે.
EDએ રાબડી દેવીને કયા પ્રશ્નો પૂછ્યા હતા જાણો
- દિલ્હીમાં ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં આવેલો બંગલો કેવી રીતે લેવામાં આવ્યો?
- પટનામાં સગુણા મોડ એપાર્ટમેન્ટની જમીન કેવી રીતે ખરીદવામાં આવી?
- આ મિલકતોની ખરીદી માટે પૈસા ક્યાંથી આવ્યા?
- તમારા નામે જમીન કેવી રીતે સંપાદિત કરવામાં આવી?
- તમે તે લોકોને કેવી રીતે જાણો છો કે જેમની પાસેથી નોકરીના બદલામાં જમીન લેવામાં આવી હતી?
- રેલવેમાં જે લોકોને નોકરી આપવામાં આવી હતી તે લોકોને તમે પ્રથમ ક્યારે મળ્યા?
- રેલવેમાં નોકરી મેળવનારા લોકો તમારા સંપર્કમાં કેવી રીતે આવ્યા?
રાબડી દેવીએ મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાબડી દેવીએ EDના મોટાભાગના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપ્યા નથી. રાબડી દેવીએ મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. EDની ટીમે રાબડી દેવીને લંચ માટે પણ કહ્યું અને એમ પણ કહ્યું કે જો તમારે કોઈ દવા લેવાની હોય તો લઈ શકો છો.
તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે અને અમે અમારી : મીસા ભારતી
આ પહેલા જ્યારે રાબડી દેવી સવારે ED ઓફિસ પહોંચી ત્યારે તેમની પુત્રી મીસા ભારતી તેમની સાથે હતી. મીસાએ કહ્યું, "EDએ રાબડી દેવી અને તેજ પ્રતાપ યાદવને પૂછપરછ માટે બોલાવ્યા. અમે તમામ પ્રશ્નોના જવાબ આપતા આવ્યા છીએ. તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે અને અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ. અમારા કાર્યકર્તાઓ જે બહાર છે તેઓ તેમની ફરજ બજાવી રહ્યા છે. તેમને (લાલુ યાદવ) આવતીકાલે બોલાવવામાં આવ્યા છે."
શું છે મામલો? જાણો
EDએ ગયા વર્ષે દિલ્હીની એક કોર્ટમાં લાલુ પરિવારના સભ્યો વિરુદ્ધ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં અન્ય કેટલાક લોકો સિવાય રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવને આરોપી બનાવવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે લાલુ યાદવે કેન્દ્રમાં યુપીએ-1 સરકારમાં રેલવે મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 2004-2009 દરમિયાન ભારતીય રેલવેમાં ગ્રુપ ડીની નિમણૂંક કરવામાં ભ્રષ્ટાચાર કર્યો હતો.