• લોકસભાની ચૂંટણીને લઇને ટીએમસી દ્વારા તેજ પ્રચાર
  • જલપાઇગુડીમાં ચા બનાવતા દેખાયા મુખ્યમંત્રી મમતા બેનર્જી
  • અગાઉ પણ આદિવાસીઓ સાથે ઢોલના તાલે થિરકતા દેખાયા હતા

લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે મેદાને ઉતરી છે.. પીએમ મોદી, રાહુલગાંધી, અમિત શાહ સહિત રાજકીય દિગ્ગજો રોડ શો અને ચૂંટણઈ રેલી સંબોધી રહ્યા છે. ત્યારે મમતા બેનર્જી પણ ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યા છે.

ટીએમસીએ શેર કરી તસવીરો

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે જલપાઇગુડીમાં એક ટી સ્ટોલ પર ચા બનાવતા જોવા મળ્યા હતા. ચા બનાવીને કિટલીથી ચાના કપમાં કાઢતા પણ જોવા મળ્યા હતા. આ અંગે ટીએમસીએ ફોટા પણ ટ્વિટર પર શેર કર્યા હતા.


ટી સ્ટોલ પર લોકોનો જમાવડો

આ દરમિયાન જોવા મળી રહ્યુ છે કે મમતા બેનર્જી ટી સ્ટોલ પર લોકોથી ઘેરાયેલા દેખાયા હતા. તે સ્ટોલ પર ચા બનાવીને ચાના કપ ભરતા પણ જોવા મળી રહ્યા હતા.મહત્વનું છે કે  મમતા બેનર્જી હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ ગઇકાલે પણ જલપાઇગુડીમાં આદિવાસી સમાજ સાથે ઢોલના તાલે થિરકતા જોવા મળ્યા હતા. તેમણે  આદિવાસી સમુદાય સાથે ડાન્સ કર્યો તથા ડ્રમ વગાડતા પણ જોવા મળ્યા હતા. 


  • Follow us on: