• પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર
  • "CPI-M અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ માટે કામ કરે છે"
  • "CAA માટે અરજી કરનાર કોઈપણ વિદેશી બની જશે"

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ BJPના લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યને લઇ પ્રહારો કર્યા હતા અને તેને 200 બેઠકોનો આંકડો પાર કરવાનો પડકાર ફેંક્યો હતો. મમતાએ એમ પણ કહ્યું કે, તે આ રાજ્યમાં CAA લાગુ થવા દેશે નહીં. તેમણે લોકોને ચેતવણી આપી કે, CAA માટે અરજી કરનાર કોઈપણ વિદેશી બની જશે. તેમણે લોકોને આ માટે અરજી ન કરવા અપીલ કરી છે.

મતા બેનર્જીએ કહ્યું, ભાજપ '400ને પાર' કહી રહી છે, હું તેમને ચેલેન્જ આપું છું કે, તેઓ પહેલા 200 સીટોનો આંકડો પાર કરે. મમતા બેનર્જીએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં 200થી વધુ સીટો લાવવાની હાકલ કરી હતી, પરંતુ તેને માત્ર 77 પર ગાડી થંભી ગઇ હતી. 

 "CPI-M અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ માટે કામ કરે છે"

આ મહિનાની શરૂઆતમાં મમતા બેનર્જીની અકસ્માત થયા બાદની તેમની પ્રથમ રેલીને સંબોધતા કહ્યું, હતું કે, CAA એ કાયદાકીય નાગરિકોને વિદેશી બનાવવાની જાળ છે. અમે પશ્ચિમ બંગાળમાં ન તો CAA કે નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટરને લાગુ થવા દઈશું. મમતાએ પશ્ચિમ બંગાળમાં ભાજપ સહિત વિપક્ષી ગઠબંધન 'INDIA' ઘટક - કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M) અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 'INDIA' ગઠબંધન નથી. CPI-M અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ માટે કામ કરી રહ્યા છે. તેમણે TMCના ઉમેદવાર મહુઆ મોઇત્રાના સમર્થનમાં કૃષ્ણનગરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, અમારા સાંસદ મહુઆ મોઇત્રાને બદનામ કરવામાં આવ્યા અને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા કારણ કે તે વિપક્ષ વિરુદ્ધ અવાજ ઉઠાવતી હતી.

  • Follow us on: