છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. આ એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે સુકમા અને દાંતેવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં અથડામણ થઈ હતી. સુરક્ષા દળની ટીમે નક્સલવાદી વિરોધી કાર્યવાહીને અંજામ આપ્યો હતો. તો આ તરફ, સૈનિકોએ બીજાપુર જિલ્લામાં 26 નક્સલીઓનો સામનો કર્યો હતો.


છત્તીસગઢમાં ફરી એક મોટું એન્કાઉન્ટર

સવારે સૈનિકો સર્ચ ઓપરેશન પર નીકળ્યા હતા, ત્યારબાદ નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતુ. સૈનિકોએ નક્સલવાદીઓના ટોચના નેતાને ઘેરી લીધા હતા. સુકમા ડીઆરજી અને સીઆરપીએફના જવાનો પણ આ ઓપરેશનમાં સામેલ છે. સુકમા એસપી પોતે આ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા છે. આ એન્કાઉન્ટર સુકમા જિલ્લાના કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ રહ્યું છે. સુરક્ષા દળો મુખ્ય વિસ્તારમાં પ્રવેશી ગયા છે અને કાર્યવાહી કરી રહ્યા છે. જે વિસ્તારમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે તે નક્સલવાદીઓ માટે સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે.

અથડામણમાં બે જવાન પણ થયા ઘાયલ

આ એન્કાઉન્ટરમાં બે ડીઆરજી સૈનિકો પણ ઘાયલ થયા હતા, પરંતુ તેમની સ્થિતિ સામાન્ય છે અને તેઓ ખતરાની બહાર છે. આ એન્કાઉન્ટર નક્સલ વિરોધી ઓપરેશન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. આ મહિનામાં સૈનિકોનું આ બીજું મોટું ઓપરેશન છે. આ પહેલા સૈનિકોએ બીજાપુર અને કાંકેરમાં 30 નક્સલીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા નક્સલીઓના માથા પર કરોડો રૂપિયાનું ઇનામ હતું. તે જ સમયે, એક સૈનિક પણ શહીદ થયો હતો.

ટોચના નક્સલી નેતાની હત્યા થવાની શક્યતા

સુકમા એન્કાઉન્ટરમાં એક ટોચના નક્સલી નેતા માર્યા ગયાના સમાચાર છે. ડીવીસીએમ જગદીશ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી સુરક્ષા દળોએ મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો જપ્ત કર્યા છે. સૈનિકોએ ઘટનાસ્થળેથી INSAS, SLR જેવા ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે. આ પહેલા, 25 માર્ચે, સુરક્ષા દળોએ ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતા. જેમાં 25 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી સુધીર ઉર્ફે સુધાકરનો પણ સમાવેશ થાય છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. 

  • Follow us on: