પત્ની સાથે લીધેલી સેલ્ફીએ કરોડોના ઇનામોનો ગેમ કર્યો ખત્મ, ચલપતિના નામથી પ્રખ્યાત નક્સલી આંધ્રપ્રદેશનો રહેવાસી હતો. તેનું સાચુ નામ રામચંદ્ર રેડ્ડી હતુ. તે આંધ્રપ્રદેશના ચેત્તુર જિલ્લાનો નિવાસી હતો. પોલીસ ચોપડે તેનું નામ, રામૂ, પ્રતાપ રેડ્ડી, રામચંદ્ર રેડ્ડી, અપ્પારાવ, ચલપતિ, જયરામ નોંધાયા છે. પોલીસના જણાવ્યા મુજબ ચલપતિએ ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો છે.


આતંકનુ બીજુ નામ એટલે નક્સલી ચલપતિ

આતંકનો પર્યાય બનેલો નક્સલી ચલપતિ સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. ચલપતિ પર એક કરોડનુ ઇનામ હતુ. છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં તે એક દશકથી રાજ કરતો હતો. પોલીસને પણ તેના સુધી પહોંચવુ મુશ્કેલ હતુ, પરંતુ એક ભૂલના કારણે ચલપતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ચલપતિની એક ભુલથી પોલીસને તેના દેખાવની અને તેના સુધી પહોંચવાનો માર્ગ પણ મળ્યો.

પોતાના મુંવમેંટ માટે હમેંશા રહેતો સજાગ

નક્સલી ચલપતિ પોતાના મુંવમેંટને લઇને હમેંશા સજાગ રહેતો હતો. સરકાર માટે પણ આ નક્સલી એક કોયડા સમાન હતો. પરંતુ ચલપતિએ પોતાની પત્ની સાથે લીધેલી સેલ્ફીએ સંપૂર્ણ ગેમ બદલી નાંખી હતી. સરકાર તથા પોલીસને તેના દેખાવની સાથે જ તે કયા સ્થાને છે, તે અંગે માહીતી મળી હતી. પત્ની સાથેની ચલપતિની સેલ્ફી જ્યારે સુરક્ષા દળોને હાથ લાગી ત્યારે તેના વિરુદ્ધ ચાલી રેહેલા અભિયાનમાં સોથી મોટી મદદગાર સાબિત થઇ હતી. ચલપતિના નામથી ખૌફ ફેલાવનાર આ આતંકીના પોલીસ ચોપડી વિવિધ નામો જોવા મળે છે. રામૂ, પ્રતાપ રેડ્ડી, રામચંદ્ર રેડ્ડી, અપ્પારાવ, ચલપતિ, જયરામ આ બધા એક જ વ્યક્તિના નામ છે. આ નક્સલી આંધ્રપ્રદેશના ચેત્તુર જિલ્લાનો રહેવાસી હતો.

ઘુંટણના કારણે વધુ ચાલી ન શકતો હતો ચલપતિ

ચલપતિ ઓડિશા અને છત્તીસગઢના જંગલોમાં પોતાનુ રાજ ચલાવાતો હતો. પરંતુ હવે આ બંને સ્થાન પર તેની ગતિવિધિઓ બંધ થઇ છે. છેલ્લા અમુક વર્ષોથી ચલપતિ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં દરભામાં સ્થાયી થયો હતો. ઉંમર વધવાની સાથે ચલપતિ વધુ હરીફરી શકતો ન હતો. તેનું શરીર નબળુ પડી રહ્યુ હતુ. ચલપતિ પોતાના શરૂઆતી વર્ષોમાં પીપલ્સ વોર ગ્રુપમાં સામેલ થયો હતો. આ ગ્રુપ દક્ષિણના અમુક ભાગમાં આતંક ફેલાવવાનુ કામ કરે છે. ચલપતિ પાસે વધુ શિક્ષણ ન હતુ. પરંતુ તેને ઉડિયા, તેલુગુ, હિંદી અને અંગેજી ભાષાનું જ્ઞાન હતુ. આ ઉપરાંત તેને ગુરિલ્લા યુદ્ધ અને સૈન્ય રણનીતિ અંગે પણ મહિતી હતી.

વર્ષ 2008માં ચલપતિનું નામ આવ્યુ ચર્ચામાં

વર્ષ 2008માં ચલપતિના નેતૃત્વમાં જ્યારે પ્રથમ વખત એડિશાના નયાગઢ જિલ્લામાં હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમવાર તેનુ નામ ચર્ચામાં આવ્યુ હતુ. આ નક્સલી હુમલામાં 12 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. નક્સલી વિરુદ્ધ અભિયાનમાં સામેલ અધિકારીએ જણાવ્યુ હતુ કે, વર્ષ 2008ના નક્સલી હુમલાનો માસ્ટર માઇંડ નક્સલી નેતા રામકૃષ્ણ હતો. અને સમગ્ર ઘટનાને ચલપતિએ અંજામ આપ્યો હતો. 

  • Follow us on: