જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાના વાહન પર થયેલા હુમલા બાદ આતંકીઓને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એક આતંકી માર્યો ગયો છે, બેની શોધ ચાલી રહી છે.


સોમવાર (28 ઓક્ટોબર) સવારે સુંદરબની સેક્ટરમાં આસન નજીક સૈન્યના કાફલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યા પછી ભારતીય સેનાનો શ્વાન ફેન્ટમ શહીદ થયો. વ્હાઈટ નાઈટ કોર્પ્સે આર્મી ડોગ શહીદ થયાની જાણકારી આપી હતી.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વીટ કર્યું, "જ્યારે અમારા સૈનિકો ફસાયેલા આતંકવાદીઓનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ફેન્ટમ દુશ્મનના ગોળીબારમાં ઘવાયો હતો અને આખરે શહીદ થયો. તેની હિંમત, વફાદારી અને સમર્પણને ક્યારેય ભૂલી શકાશે નહીં. "ઓપરેશનમાં, એક આતંકવાદી માર્યો ગયો.

ફેન્ટમ બેલ્જિયન માલિનોઇસ જાતિનો હતો

વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર લખ્યું, "અમે અમારા સાચા હીરો - એક બહાદુર ભારતીય સેનાના શ્વાન, ફેન્ટમના સર્વોચ્ચ બલિદાનને સલામ કરીએ છીએ." આ એક બેલ્જિયન માલિનોઇસ શ્વાન હતો, જેનો જન્મ 25 મે, 2020 ના રોજ થયો હતો. સેનાએ વધુમાં જણાવ્યું હતું કે ચાલુ ઓપરેશનમાં એક આતંકવાદી માર્યો ગયો છે.

BMP-2 પ્રથમ વખત સ્થાપિત

અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે સવારે જમ્મુ ક્ષેત્રના અખનૂર સેક્ટરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક એમ્બ્યુલન્સને નિશાન બનાવવામાં આવી હતી. આ પછી વિશેષ દળોએ ઓપરેશન શરૂ કર્યું, જેમાં એક હુમલાખોર માર્યો ગયો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત, સેનાએ ખૌરના ભટ્ટલ વિસ્તારમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક જોગવાન ગામમાં આસન મંદિર નજીકના હુમલા સ્થળની આસપાસ દેખરેખ અને કોર્ડનને મજબૂત કરવા માટે તેના ચાર BMP-II પાયદળ લડાયક વાહનોને તૈનાત કર્યા હતા.

દિવસની શરૂઆતમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના અખનૂરના બટ્ટલ વિસ્તારમાં આસન મંદિર પાસે ત્રણ આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. તેમાંથી એક આતંકી માર્યો ગયો છે, જ્યારે બેની શોધ ચાલી રહી છે.

  • Follow us on: