જમ્મુ-કાશ્મીરના અખનૂર વિસ્તારમાં સોમવારે (28 ઓક્ટોબર) સવારે ભારતીય સેનાના વાહન પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. સુરક્ષા દળોએ હથિયાર સાથે તેનો મૃતદેહ પણ કબજે કર્યો છે. ચાલુ ઓપરેશનમાં એનએસજી કમાન્ડો પણ પહોંચ્યા છે, જમ્મુના એડીજીપી આનંદ જૈન સાથે ઓપરેશનની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.
સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
ઓપરેશનના ભાગરૂપે આતંકીઓનો સફાયો કરવા માટે સેનાની BMP 2 ટેન્ક (પાયદળ કોમ્બેટ વ્હીકલ) એન્કાઉન્ટર માટે લેવામાં આવી છે. સવારે લગભગ 7 વાગે બટ્ટલ વિસ્તારમાં ત્રણ આતંકીઓએ સેનાના એક વાહન પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ તરત જ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
રોકેટ લોન્ચર ફાયર કર્યા બાદ આતંકીઓએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરક્ષા દળો અંતિમ હુમલાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે સેનાએ તે સ્થળ તરફ અનેક રોકેટ લોન્ચર છોડ્યા છે જ્યાં આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે, સુરક્ષા દળો દ્વારા રોકેટ લોન્ચરનો ઉપયોગ કર્યા બાદ આતંકીઓ તરફથી કોઈ ગોળીબાર કરવામાં આવ્યો નથી.
આતંકવાદીઓને ખતમ કરવા માટે એનએસજી કમાન્ડો અને ટેન્ક તૈનાત કરાઈ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના જવાનો અને નાગરિકો પોર્ટર અફરાવત રેન્જમાં નાગિન પોસ્ટ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ ગુલમર્ગથી લગભગ 6 કિમી દૂર બોટાપથરી નજીક સેનાની બે ટ્રકો પર ગોળીબાર કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, સવારે લગભગ 7 વાગે જોગવાન વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો, ત્યારબાદ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.
આતંકવાદ વિરોધી કામગીરીમાં NSG કમાન્ડો જોડાયા
તેમણે કહ્યું કે, ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો હતો. જે બાદ ભીષણ એન્કાઉન્ટર થયું હતું. તેમણે કહ્યું કે, "હવે NSG કમાન્ડો પણ આતંકવાદ વિરોધી કામગીરીમાં મદદ કરવા માટે સુરક્ષા દળો સાથે જોડાયા છે."