• દિલ્હી જલ બોર્ડ સાથે સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ
  • કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તમામ આરોપીઓને ચાર્જશીટની નકલો આપવા સૂચના આપી
  • આરોપી દેવેન્દ્ર મિત્તલ અને તેજિન્દર પાલ સિંહને કોર્ટમાં હાજર થવા સમન્સ જારી કરવામાં આવ્યાં

દિલ્હી જલ બોર્ડ સાથે સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં આજે 4 એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ. આ કેસના આરોપી જગદીશ અરોરા, અનિલ અગ્રવાલ, તજિંદર પાલ સિંહ કોર્ટમાં હાજર થયા હતા. આ કેસના અન્ય આરોપી દેવેન્દ્ર કુમાર મિત્તલને ગુરુવારે કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તમામ આરોપીઓને ચાર્જશીટની નકલો પ્રદાન કરવા માટે પણ સૂચના આપી છે. કેસની આગામી સુનાવણી 20 એપ્રિલે થશે.

દિલ્હી જલ બોર્ડ ટેન્ડર સંબંધિત મની લોન્ડરિંગ કેસ

દિલ્હી જલ બોર્ડ ટેન્ડર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે ગુરુવારે રૂઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 3 એપ્રિલે, EDની ચાર્જશીટની નોંધ લેતા, આરોપી દેવેન્દ્ર મિત્તલ અને તેજિન્દર પાલ સિંહને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉથી જ ધરપકડ કરાયેલા આરોપી જગદીશ અરોરા અને અનિલ અગ્રવાલને કોર્ટમાં હાજર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.

ડીજેબી કેસમાં 30 માર્ચે પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી

30 માર્ચે જલ બોર્ડ કેસમાં ED દ્વારા પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આ કેસમાં જલ બોર્ડના આ મામલો દિલ્હી જલ બોર્ડના વિદ્યુત ચુંબકીય પ્રવાહ મીટર ખરીદવા માટે એક ટેન્ડર કાર્યમાં અનિયમિતતા અંગેનો છે. જેમાં એક કંપની અને ચાર લોકો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. EDએ CBI FIRના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

પૂર્વ એન્જિનિયર પર 3.19 કરોડની લાંચ લેવાનો આરોપ

ઈડીના આ ચાર્જશીટમાં દિલ્હી જલ બોર્ડના પૂર્વ એન્જિનિયર જગદીશ અરોરા, કોન્ટ્રાક્ટર અનિલ અગ્રવાલ, એનબીસીસી ઈન્ડિયા લિમિટેડ કંપનીના ભૂતપૂર્વ જનરલ મેનેજર ડીકે મિત્તલ, એનકેજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને તેજિંદર સિંહને આરોપી બનાવાયા છે. જેમાંતી આરોપી જગદીશ અરોરાએ રુ. 3 કરોડ 19 લાખની રુશવત લીધી હતી, જેમાંથી તેણે 2 કરોડ રૂપિયા જલ બોર્ડ અને આમ આદમી પાર્ટીના અન્ય અધિકારીઓને ચૂંટણી ફંડ તરીકે ટ્રાન્સફર કર્યા હતા.

  • Follow us on: