હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં થયેલા કિડનીકાંડ કોઇ હજી ભૂલી શક્યુ નથી ત્યાં જઆવી જ એક ખતરનાક ઘટના સામે આવી છે. જેમાં એક સરકારી હોસ્પિટલમાં 55 લોકોની હાર્ટની સર્જરી કરવામાં આવી. આ વાત સામાન્ય લાગે પણ અહીં ટ્વિસ્ટ એ છે કે સર્જરી કરનાર પોતાને કાર્ડિયોલિજિસ્ટ ડોક્ટર હોવાનું ગણાવતો પણ તે ડોક્ટર હતો નહી. આ ફેક ડોક્ટરે એક બે નહી.. પણ 55 લોકોની હાર્ટ સર્જરી કરીનાંખી.. શું છે સમગ્ર મામલો, ક્યારે આવો .મામલો સામે આવો જાણીએ.


ચોંકાવનારો કિસ્સો 

ફરીદાબાદનો આ કિસ્સો છે. બીકે સિવિલ હોસ્પિટલમાં 2018માં પીપીપી મોડ પર હાર્ટ સેન્ટર શરૂ થયુ હતું. જેનું સંચાલન એક ખાનગી કંપની કરી રહી હતી. આરોપ છે કે આ કંપની ડોક્ટર્સનું વેરિફિકેશન કર્યા વિના જ નોકરી પર રાખી લેતા હતા. અને તેઓ દ્વારા જ હાર્ટના પેશન્ટની સારવાર કરાતી હતી. આ વચ્ચે જુલાઇ 2024માં આ કંપનીએ ડૉ. પંકજ મોહન નામના એક વ્યક્તિની કાર્ડિઓલોજિસ્ટના પદ પર નિયુક્તિ કરી હતી, જેની ગણતરી ફરિદાબાદમાં મોટા ડોક્ટરોમાં થાય છે.

7 મહિનામાં 55 ઓપરેશન

આ ડોક્ટર 7 મહિના સુધી સરકારી હોસ્પિટલમાં દરરોજ આવતો. હાર્ટના પેશન્ટની સારવાર કરતો. તેણે 7 મહિનામાં તો 55 લોકોની હાર્ટ સર્જરી કરી દીધી. એક દિવસ એવુ થયુ કે ડોક્ટર હોસ્પિટલ ન આવ્યા. એક પેશન્ટ બતાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો. પરંતુ ડોક્ટર તો હતા નહી. આથી આ પેશન્ટ ડૉ. પંકજ મોહનના પ્રાઇવેટ ક્લિનિક પર પહોંચી ગયો. દર્દીએ ત્યાં જઇને જોયુ તો, તે હોસ્પિટલમાં જે પંકજ મોહનને મળતા હતા તે અને ક્લિનિકમાં જેને મળ્યો તે બંને પંકજ મોહન અલગ અલગ છે. વળી પોતાના ક્લિનિક પર બેઠેલા ખુદ ડો. પંકજ મોહન સરકારી ચિઠ્ઠી પર પોતાનું નામ જોઇને હેરાઇ થઇ ગયો..

આ મામલે ડૉ. પંકજ મોહને ઇન્ડિન મેડિકલ એસોસિએશનમાં પોતાના નામના દુરુપયોગની ફરિયાદ દાખલ કરી છે. જે બાદ ફરીદાબાદના એક વકીલે પણ પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગમાં ફરિયાદ કરી છે. આ ઉપરાંત પણ બે મહિના સુધી કાર્યવાહી થઇ નહી. આખરે વકીલે ગૃહમંત્રાલય અને સીએમ વિન્ડોમાં ફરિયાદ કરી છે. આ ઘટનાને લઇને હડકંપ મચી ગયો છે. તાબડતોબ આ કેસની તપાસ માટે આદેશ આપી દેવાયા છે.હાલ એસીબી આ મામલે તપાસ કરી રહી છે.

55માંથી 3ના મોત

મળતી માહિતી મુજબ 7 મહિનામાં આ ફેક કાર્ડિયોલોજિસ્ટે એક હજાર કરતા વધારે દર્દીઓની સારવાર કરી છે. જેમાંથી 55 લોકોનું તો હાર્ટનું ઓપરેશન પણ કરી નાંખ્યુ. રિપોર્ટ મુજબ 55માંથી 3 લોકોના તો મોત થયા છે. જ્યારે 30થી વધારે લોકોની તબિયત બગડતા અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ આ સ્થતિ અનુભવ વિના ઓપરેશન કરવાને કારણે થઇ હોવાનું કહી રહ્યા છે.


  • Follow us on: