• ચંદીગઢ PGIના એડવાન્સ કાર્ડિયો સેન્ટરમાં લાગી આગ
  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી
  • ફાયર વિભાગે આગ પર મેળ્યો કાબૂ

ચંદીગઢ PGIના એડવાન્સ કાર્ડિયો સેન્ટરના ચોથા માળે સ્થિત ઓપરેશન થિયેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગ ઘટનાને પગલે દોડી આવી હતી. જ્યારે આગની ઘટના બની ત્યારે કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીના ડોક્ટર શ્યામ ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરી રહ્યા હતા. અગાઉ 19 માર્ચે ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હતી.

આગ લાગતા દર્દીઓને કરાયા એલર્ટ

ચંદીગઢ હોસ્પિટલમાં કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સિસ્ટમના એચઓડી શ્યામ કુમાર હોસ્પિટલમાં ઓપરેશન કરી રહ્યા હતા. આ પછી તેઓએ ઓપરેશન ચાલુ રાખ્યું પરંતુ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ચંદીગઢ પીજીઆઈમાં આગ લાગી હોય, આ પહેલા પણ ચંદીગઢ પીજીઆઈમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની ચૂકી છે. ગયા વર્ષે 10 ઓક્ટોબર 2023ના રોજ ચંદીગઢ પીજીઆઈમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે પીજીઆઈ નેહરુ હોસ્પિટલના ઈમરજન્સીથી લઈને આઈસીયુ સુધી બધે ધુમાડો ફેલાઈ ગયો હતો. અકસ્માતમાં 415 જેટલા દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે દરમિયાન આગના કારણે ભારે નુકસાન થયું હતું. 16 ઓક્ટોબર 2023ના રોજ ચંદીગઢ પીજીઆઈના આઈ સેન્ટરમાં આગ લાગી હતી. ત્યારે આગનું કારણ બેટરીમાં શોર્ટ સર્કિટ હોવાનું જણાવા મળી રહ્યું છે.

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ

પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને મામલાની માહિતી મળતા જ તમામ સુરક્ષાકર્મીઓએ સાવચેતીના ભાગરૂપે ઇમરજન્સી રૂટ બંધ કરવાનું શરૂ કરી દીધું હતું. 

  • Follow us on: