• સુપ્રીમમાં લાલુએ સીબીઆઈની અરજી સામે જવાબ દીધો
  • સીબીઆઈએ દાવા સાથે કહ્યું કે, જામીન યોગ્ય નથી
  • કાયદાકીય મુશ્કેલીઓ વધે એવી પૂરી શક્યતાઓ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત સારી ન હોવાને કારણે અને ઉંમરને ધ્યાને લઈને નિવેદન આપ્યું છે. લાલુને જેલમાં રાખી મૂકવાથી સીબીઆઈનો કોઈ લક્ષ્યાંક પૂરો નહીં થાય. ચારા કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં લાલુ યાદવે પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધો છે. આ અંગે સીબીઆઈ તપાસ એજન્સીએ એક અરજી કરી હતી. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ જવાબમાં લાલુએ સીબીઆઈએ લાલુના જામીન રદ્દ કરવાની વાતનો વિરોધ કર્યો હતો. એવી પણ સ્પષ્ટતા કરી કે, લાલુની અરજીને ફગાવી દેવામાં આવે.

સીબીઆઈ લડી લેવાના મૂડમાં

સીબીઆઈએ કરેલી એક અરજીના જવાબમાં લાલુએ કહ્યું હતું કે, સજાને રદ્દ કરવાના હાઈકોર્ટના ચૂકાદાને માત્ર એ આદેશ પર પડકારવામાં ન આવી શકે કે, સીબીઆઈ સંતુષ્ટ નથી. હાઈકોર્ટે આપેલા ચૂકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવાની સીબીઆઈને જરૂર નથી. કારણ કે હાઈકોર્ટનો ચૂકાદો સામાન્ય સિદ્ધાતો અને નિયમો પર આધારિત હોય છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં એવી માંગ કરી હતી કે, લાલુની જામીન અરજીને માન્યતા ન આપવામાં આવે. આ કેસની સુનાવણી તારીખ 25 ઓગસ્ટના રોજ થશે. સીબીઆઈએ દુમકા, ડોરંડા અને ચાઈબાસા તથા દેવઘરના કેસમાં મળેલી જામીન અરજીને સુપ્રીમમાં પ઼ડકારી હતી.

નાણાવિભાગ લાલુ પાસે હતો.

ચારા કૌભાંડમાં કરોડો રૂપિયાનું ફ્રોડ કરનાર લાલુને ગત વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ સજા ફટકારવામાં આવી હતી. સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટ રાંચીએ આ ચૂકાદો આપ્યો હતો. આ સાથે 60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. 22 એપ્રિલ, 2022 ના રોજ, હાઇકોર્ટે ડોરાન્ડા ટ્રેઝરી ઉચાપત કેસમાં 75 વર્ષીય યાદવને જામીન આપ્યા હતા. લાલુ યાદવને ગયા વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ રાંચીની સીબીઆઈ કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જ્યારે આ કથિત કૌભાંડ થયું ત્યારે લાલુ બિહારના મુખ્યમંત્રી હતા અને તેમની પાસે નાણા વિભાગ પણ હતો.

  • Follow us on: