બાબા સિદ્દીકી હત્યા કેસના ચોથા આરોપીની ઓળખ થઈ ગઈ છે. ચોથા આરોપીની ઓળખ જીશાન અખ્તર તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર જીશાન ફોન પર ત્રણેય શૂટર્સને નિર્દેશ આપી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જીશાન અખ્તર આ વર્ષે 7 જૂને પંજાબની પટિયાલા જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાં હતા ત્યારે તે લોરેન્સ ગેંગના સંચાલકોના સંપર્કમાં આવ્યો હતો.


કોર્ટે એક આરોપીના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

હાલ પોલીસ આ ઘટનાને અંજામ આપનાર ત્રણ પૈકી એક આરોપીને શોધવામાં વ્યસ્ત છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. આ પછી આજે ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે એકને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે, જ્યારે ધર્મરાજ કશ્યપ નામના એક આરોપીની પૂછપરછ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કશ્યપે કોર્ટ સમક્ષ પોતાને સગીર જાહેર કર્યો છે.

દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છેઃ પોલીસ

મુંબઈ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી હત્યાની સંપૂર્ણ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, પૂર્વ રાજ્યમંત્રી તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે જ બે આરોપીઓને પકડી લીધા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ અને 28 રાઉન્ડ ગોળીઓ મળી આવી છે. કુલ 3 હુમલાખોરો હતા જેમાંથી એક હજુ ફરાર છે.

બાબા સિદ્દીકીને Y કેટેગરીની સુરક્ષા નહોતી

આ સિવાય પોલીસે બાબા સિદ્દીકીની સુરક્ષાને લઈને પણ મોટું અપડેટ આપ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, બાબા સિદ્દીકીને નોન કેટેગરીની સુરક્ષા હતી. ત્રણ પોલીસ કર્મચારીઓ તેમની સુરક્ષામાં હતા. તેને Y પ્લસ સુરક્ષા આપવામાં આવી ન હતી. પોલીસે કહ્યું કે, તેઓ દરેક એંગલથી તપાસ કરી રહ્યા છે, પછી તે બિશ્નોઈ ગેંગ હોય કે સલમાન ખાનવું એંગલ.

આરોપી શિવાનંદની શોધ ચાલુ

પોલીસને શંકા છે કે, ત્રીજો આરોપી શિવાનંદ રાજ્યની બહાર ભાગી ગયો છે. તેનું છેલ્લું લોકેશન પનવેલમાં મળ્યું હતું. તે ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. તેની ધરપકડ કરવા માટે પોલીસ ટીમ મોકલવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમો આરોપીની શોધમાં ઉજ્જેન (મધ્યપ્રદેશ), હરિયાણા, યુપી, દિલ્હી ગઈ છે. બાબા સિદ્દીકીને ગોળી મારનાર ત્રીજો આરોપી શિવાનંદ ગુરમેલ કૈથલ જિલ્લાના નારદ ગામનો રહેવાસી છે. વર્ષ 2019માં યુવકની હત્યાના કેસમાં તે થોડા દિવસ જિલ્લા જેલમાં રહ્યો હતો. જામીન મળ્યા બાદ તે મુંબઈ આવ્યો હતો.

  • Follow us on: