• લોકસભા માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર 
  • પુડુચેરી, તમિલનાડુના 15 ઉમેદવારોના નામ જાહેર 
  • 15 માંથી 2 મહિલાઓ ઉમેદવારોનો પણ સમાવેશ 

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે 22 માર્ચના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામોની ચોથી યાદીની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં 2 રાજ્યો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપની ચોથી યાદીમાં કુલ 15 નામ જાહેર કરાયા છે, જેમાંથી એક પુડુચેરી માટે છે, જ્યારે બાકીના 14 નામ તમિલનાડુના ઉમેદવારો છે. જાહેર કરવામાં આવેલ 15 ઉમેદવારોમાંથી 2 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.

પુડુચેરીથી ભાજપે એ.નમસ્સિવયમને તક આપી છે, જ્યારે તમિલનાડુમાં તિરુવલ્લુર (SC) થી પોન.વી.બાલગનપતિ, ચેન્નાઈ નોર્થથી આર. સી. પૌલ કનગરાજ, તિરુવન્નામલાઈથી એ. અશ્વથમન, નમક્કલથી કે. પી. રામલિંગમ, તિરુપુરથી એ.પી. મુરુગનંદમ, પોલ્લાચીથી કે.વસંતરાજન, કરુરથી વી.વી. સેંથિલનાથન, ચિદમ્બરમ (SC)થી પી. કાર્તિયિની, નાગપટ્ટિનમ (SC) થી એસજીએમ રમેશ, થંજુવરથી એમ મુરુગનંદનમ, શિવગંગાથી ડૉ. દેવનાથન યાદવ, મદુરાઇ થી પ્રો. રામા શ્રીનિવાસન, વિરુધુનગરથી રાધિકા સરથકુમાર અને તેનકાસી (SC)થી બી. જોન પાંડિયનને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપની ત્રીજી યાદીમાં 9 નામ હતા સામેલ

ભાજપે એક દિવસ પહેલા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોના નામની ચોથી યાદી જાહેર કરી હતી. ભાજપની આ ત્રીજી યાદીમાં પૂર્વ રાજ્યપાલ તમિલસાઈ સૌંદર્યરાજન, તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈ અને કેન્દ્રીય મંત્રી એલ. મુરૂગન સહિત રાજ્યના 9 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા હતા.

અન્નામલાઈને કોઈમ્બતુર બેઠક પરથી ટિકિટ અપાઈ

ત્રીજી યાદી અનુસાર, સૌંદર્યરાજન ચેન્નાઈ દક્ષિણથી ચૂંટણી લડશે, જ્યારે મુરુગનને નિલગિરીથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. તો, ભાજપે મધ્ય ચેન્નાઈ બેઠક પરથી વીપી સેલ્વમ અને વેલ્લોરથી એ. સી. શણમુગમ, કૃષ્ણાગિરીમાંથી સી. નરસિમ્હન, પેરમ્બલુરથી ટી.આર. પારિવેન્દર અને તૂતીકોરીન (થુથુકુડી) થી એન. નાગેન્દ્રનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


  • Follow us on: