- પહેલી વખત G20 સમિટમાં સુરક્ષાની જવાબદારી NSGને
- બેકઅપ પ્લાન તરીકે દિલ્હી પોલીસની ટીમ રહેશે સ્ટેન્ડ ટુ
- જુદા જુદા દેશના વડા જ્યાં રહેશે ત્યાં NSG ખડેપગે રહેશે
G20 સમિટનું આયોજન આ વખતે રાજધાની દિલ્હીમાં કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વિદેશી આવતા મહેમાનોને કોઈ રીતે મુશ્કેલીઓ ન પડે એ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ તો સુરક્ષા સંબંધીત પાસાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. દિલ્હી પોલીસે G20 સમિટ દરમિયાન સુરક્ષાને લઈને એક ખાસ રણનીતિ તૈયાર કરી છે. આ રણનીતિ અંતર્ગત NSGના જવાનો પણ એમની મદદ કરશે.
સૌથી ઘાતક ફોર્સ એટલે NSG
મીડિયા રીપોર્ટમાં કરેલા એક દાવા અનુસાર તારીખ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં G20 સમિટ થવાની છે. જેમાં સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસની સાથે NSGને સોંપવામાં આવી છે. જે એક્સપર્ટ ટીમ સાથે જે તે પોઈન્ટ પર સુરક્ષા પૂરી પાડશે. સૌથી ઘાતક ફોર્સ તરીકે NSGને માનવામાં આવે છે. G-20 સમિટમાં NSGને તેની સમગ્ર એન્ટી ટેરર, એન્ટી-સબોટાઝ, એન્ટી ડ્રોન ટાસ્ક, હાઉસ ઈન્ટરવેન્શન, સ્નાઈપર્સ ટીમ સાથે તૈનાત કરાશે. આ ઉપરાંત કેમિકલ અટેકને રોકવા માટેની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે.
બ્લેક કેટને તૈનાત કરાશે
પ્રાપ્ત માહિતી અનુસાર, NSG વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર તેની પ્રખ્યાત 'બ્લેક કેટ'ને તૈનાત કરશે, જ્યાંથી તેઓ કોઈપણ સંભવિત હુમલાના કિસ્સામાં મિનિટોમાં પ્રતિક્રિયા આપી શકશે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર કોઈ પણ પ્રકારના જોખમને પહોંચી વળવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. અચાનક કોઈ પણ હુમલા થાય તો એને કેવી રીતે પહોંચી શકાય એના પર ફોક્સ રહેશે. જેમાં દિલ્હી પોલીસની ટીમ પણ બેકઅપ પ્લાનમાં રહેશે. જ્યાં જુદા જુદા દેશના અધ્યક્ષ રહેશે ત્યાં ખાસ NSGની ટુકડીને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.