• ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જવાનોને વીરતા પુરસ્કારની રાષ્ટ્રપતિએ કરી જાહેરાત
  • રાષ્ટ્રપતિ ભવન તરફથી જે 80 સૈનિકોને વીરતા પુરસ્કારની કરી જાહેરાત
  • 6ને કીર્તિ ચક્ર અને 16 બહાદુર જવાનોને શૌર્ય ચક્ર આપવામાં આવશે

રાષ્ટ્રપતિ ભવન તરફથી જે 80 સૈનિકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેમાંથી 6ને કીર્તિ ચક્ર આપવામાં આવશે, આ સિવાય 16 બહાદુર જવાનોને શૌર્ય ચક્ર આપવામાં આવશે. 53 જવાનોને સેના મેડલ એનાયત કરવામાં આવશે. એક સૈનિકને નેવી મેડલ અને 4 એરફોર્સ મેડલ એનાયત કરવામાં આવશે.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 80 સૈનિકોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરી. જેમાં 12 સૈનિકોનો સમાવેશ થાય છે જેમને મરણોપરાંત આ બહાદુરી પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જે 80 સૈનિકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેમાંથી છને કીર્તિ ચક્ર આપવામાં આવશે, આ સિવાય 16 બહાદુર જવાનોને શૌર્ય ચક્ર આપવામાં આવશે. 53 જવાનોને સેના મેડલ એનાયત કરવામાં આવશે. એક સૈનિકને નેવી મેડલ અને 4 એરફોર્સ મેડલ એનાયત કરવામાં આવશે.

વીરતા પુરસ્કારોની સાથે રાષ્ટ્રપતિએ વિશિષ્ઠ સેવા મેડલ અને યુદ્ધ ચંદ્રકની પણ જાહેરાત કરી હતી. આ માટે 311 નામ પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં પરમ વિશિષ્ટ સેવા મેડલ માટે 31, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ માટે ચાર, અતિ વિશેષ સેવા મેડલ માટે 59 અને યુદ્ધ સેવા મેડલ માટે 10 નામોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં 38 આર્મી મેડલ, 10 નેવી મેડલ અને 14 એરફોર્સ મેડલ આપવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ સેવા મેડલ માટે 130 નામો જાહેર કરવામાં આવ્યા હતા.

આ જવાનોને મળશે શૌર્ય ચક્ર

  • મેજર માણેવ ફ્રાન્સિસ, 21મી બટાલિયન, પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)
  • મેજર અમનદીપ ઝાકર, 4થી બટાલિયન ધ શીખ રેજિમેન્ટ
  • કેપ્ટન એમવી પ્રાંજલ, 63 કોર્પ્સ ઓફ સિગ્નલ, રાષ્ટ્રીય રાઈફલ્સ (મરણોત્તર)
  • કેપ્ટન અક્ષત ઉપાધ્યાય, 20 બટાલિયન, જાટ રેજિમેન્ટ
  •  નાયબ સુબેદાર સંજય કુમાર ભંવર સિંહ, 21 બટાલિયન, મહાર રેજિમેન્ટ
  • હવાલદાર સંજય કુમાર, 9 આસામ રાઈફલ્સ આર્મી
  •  રાઈફલમેન આલોક રાવ, 18 આસામ રાઈફલ્સ (મરણોત્તર) આર્મી
  • શ્રી પરષોત્તમ કુમાર, C/O 63મી બટાલિયન, રાષ્ટ્રીય રાઈફલ્સ આર્મી (સિવિલિયન)
  • લેફ્ટનન્ટ બિમલ રંજન બેહેરા, નેવી
  •  વિંગ કમાન્ડર શૈલેષ સિંહ, ફ્લાઈંગ (પાયલોટ) એરફોર્સ
  • ફ્લાઇટ લેફ્ટનન્ટ હૃષીકેશ જયન કારુથાદથ, ફ્લાઇંગ (પાયલટ) એરફોર્સ
  • આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બિભોર કુમાર સિંઘ, 205 કોબ્રા CRPF
  • નાયબ પોલીસ અધિક્ષક મોહન લાલ જમ્મુ અને કાશ્મીર પોલીસ
  • આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અમિત રૈના જમ્મુ-કાશ્મીર પોલીસ
  •  સબ ઇન્સ્પેક્ટર ફરોઝ અહેમદ ડાર જમ્મુ-કાશ્મીર પોલીસ
  • કોન્સ્ટેબલ વરુણ સિંહ જમ્મુ-કાશ્મીર પોલીસ

કોને કીર્તિ ચક્ર મળશે?

આ વર્ષે છ સૈનિકોને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવશે. આમાં પહેલું નામ મેજર દિગ્વિજય સિંહ રાવતનું છે, તેઓ 21 બટાલિયન પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સ)ના છે. આમાં બીજું નામ મેજર દીપેન્દ્ર વિક્રમનું છે, જેઓ શીખ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં તૈનાત છે. પંજાબ રેજિમેન્ટની આર્મી મેડિકલ કોર્પ 26મી બટાલિયનમાં તૈનાત કેપ્ટન અંશુમાન સિંહનું નામ પણ આ યાદીમાં સામેલ છે, જેમને મરણોપરાંત આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય મેહર રેજિમેન્ટની 21મી બટાલિયનના પવન કુમાર યાદવને પણ કીર્તિ ચક્ર મળશે. પેરાશૂટ રેજિમેન્ટના હવાલદાર અબ્દુલ મજીદને મરણોત્તર કીર્તિ ચક્ર અને રાષ્ટ્રીય રાઈફલ્સની 55 બટાલિયનના સભ્ય પવન કુમારને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવશે.

  • Follow us on: