• 19 બાળકોનું "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024"થી સન્માન
  • 5થી 18 વર્ષની વયના બાળકોની અસાધારણ સિદ્ધિઓને ઓળખવા માટે પુરસ્કાર 
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સ્મૃતિ ઇરાનીએ બાળકોને સનમાનિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 9 વર્ષના પર્વતારોહક, એક AI વૈજ્ઞાનિક, એક વિકલાંગ ચિત્રકાર અને 'ગૂગલ બોય' સહિત 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ 2024થી સન્માનિત કર્યા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એ એક સરકારી પહેલ છે જેનો ઉદ્દેશ્ય 5 થી 18 વર્ષની વયના બાળકોની અસાધારણ સિદ્ધિઓને ઓળખવા અને પુરસ્કાર આપવાનો છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓમાં આદિત્ય વિજય બ્રહ્મણે (મરણોત્તર), અનુષ્કા પાઠક, અરિજિત બેનર્જી, અરમાન ઉબ્રાની, હેત્વી કાંતિભાઈ ખીમસૂર્યા, ઈશ્ફાક હમીદ, મોહમ્મદ હુસૈન, પેંડ્યાલા લક્ષ્મી પ્રિયા, સુહાની ચૌહાણ, આર્યન સિંહ, અવનીશ તિવારી, ગરિમા, એસ મજેદાર, એસ.આદિત્ય યાદવ, ચાર્વી એ, જેસિકા નેઇ સરિંગ, લિન્થોઇ ચન્નામ્બમ અને આર સૂર્ય પ્રસાદ સહિતના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે.

19 બાળકોનું "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024"થી સન્માન

રાજસ્થાનના 17 વર્ષીય આર્યન સિંહે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંચાલિત રોબોટ એગ્રોબોટ વિકસાવ્યો છે, જેનો હેતુ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવી અત્યાધુનિક ટેકનોલોજીને એકીકૃત કરીને ખેડૂતોના જીવનને સરળ બનાવવાનો છે.


'ગૂગલ બોય' તરીકે જાણીતા છત્તીસગઢના અરમાન ઉબ્રાનીને ગણિત અને વિજ્ઞાનમાં તેમની ઉત્કૃષ્ટ કુશળતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.


કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશની આઠ વર્ષની અનુષ્કા પાઠકનું સન્માન કરવામાં આવ્યું, જેણે 'સ્ટોરી ટેલિંગ'ના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે.


પશ્ચિમ બંગાળના 13 વર્ષીય અરિજિત બેનર્જી, જેઓ પરંપરાગત પખાવાજ વગાડવામાં નિષ્ણાત છે, તેમણે સાંસ્કૃતિક દ્રશ્ય પર અમીટ છાપ છોડી છે.

આમ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓમાં આદિત્ય વિજય બ્રહ્મણે (મરણોત્તર), અનુષ્કા પાઠક, અરિજિત બેનર્જી, અરમાન ઉબ્રાની, હેત્વી કાંતિભાઈ ખીમસૂર્યા, ઈશ્ફાક હમીદ, મોહમ્મદ હુસૈન, પેંડ્યાલા લક્ષ્મી પ્રિયા, સુહાની ચૌહાણ, આર્યન સિંહ, અવનીશ તિવારી, ગરિમા, એસ મજેદાર, એસ.આદિત્ય યાદવ, ચાર્વી એ, જેસિકા નેઇ સરિંગ, લિન્થોઇ ચન્નામ્બમ અને આર સૂર્ય પ્રસાદ સહિતના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે.

  • Follow us on: