- નવરાત્રિનો આજથી થયો છે પ્રારંભ
- પીએમ મોદીએ સ્વલિખિત ગરબો કર્યો શેર
- ધ્વનિ ભાનુશાલીએ આપ્યો છે અવાજ
આસોની નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થઇ ગયો છે. આજે પહેલુ નોરતુ છે. ત્યારે આ અવસર પર પીએમ મોદીએ દેશવાસીઓને નવરાત્રિ પર્વની શુભકામના પાઠવી છે. સાથે જ તેમણે પોતાના દ્વારા લખેલા ગરબાને પણ દેશ સમક્ષ રજૂ કર્યો છે.
પીએમ મોદીએ ગરબો કર્યો શેર
તેમણે સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને કહ્યું કે 'આજથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે છેલ્લા અઠવાડિયા દરમિયાન મારા દ્વારા લખાયેલા ગરબો શેર કરતાં મને આનંદ થાય છે.તેમણે કહ્યું કે દરેકે ગીતની ધૂન માણવી જોઈએ.
?" target="_blank">https://twitter.com/narendramodi/status/1713405211027599851?
પીએમ મોદીએ લખેલો ગરબો ગાવા બદલ મીટબ્રો અને દિવ્યા કુમારનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે નવરાત્રિ પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું કે શક્તિ આપનારી માતા દુર્ગા દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન ગરબા કરવામાં આવે છે. જે ખાસ ગુજરાતમાં પ્રચલિત છે.
ધ્વનિ ભાનુશાલીનો અવાજ
આ ગરબો સિંગર ધ્વનિ ભાનુશાલીએ ગાયું છે. જેની ટ્વિટ સિંગર દ્વારા કરવામાં આવી છે. પીએમ મોદી દ્વારા લખવામાં આવેલા ગરબા ગીત સિંગર ધ્વનિ ભાનુશાલીએ બનાવ્યું છે. જેને લઇને પીએમ મોદીએ આભાર માન્યો છે અને કહ્યું છે કે વર્ષો પહેલા લખેલા ગરબાની સ્મૃતિઓ તાજા થઇ ગઇ છે.