કૌભાંડ કરીને ભાગી છૂટેલા હીરાના કારોબારી મેહુલ ચોક્સી સામે સેબીએ આકરી વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે. કુલ 2.1 કરોડની વસૂલાત કરાશે. 4 જૂન ફટકારેલી નોટિસ મુજબ સેબી એ 2.1 કરોડ રૂપિયામાં 60 લાખ વ્યાજ બતાવ્યું છે. 1.5 કરોડ બાકી હતા.
ગીતાંજલિ જેમ્સમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનું ઉલ્લંઘન કરનારા મેહુલ ચોક્સીના શેર, મ્યુચુઅલ ફંડ અને અન્ય રોકાણોને જપ્ત કરવાના આદેશ સેબીએ કર્યા છે.
15 મી મેના ડિમાન્ડ નોટિસ આપી હતી
15મી મેના ફટકારેલી ડિમાંડ નોટિસ બાદ સેબીએ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જેમાં 15 દિવસમાં ચૂકવણું નહીં કરાય તો સંપતિની સાથે બેન્ક ખાતા પણ બ્લોક કરશે તેવી નોટિસ અપાઈ હતી. 2022 માં ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેરોમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘન માટેનો દંડ ભરવામાં ચોક્સી નિષ્ફળ રહ્યો છે.
14000 કરોડથી વધુની ઠગાઇનો આરોપ
મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સનો ચેરમેન ઉપરાંત મેનેજિંગ ડાયરેક્ટર અને પ્રમોટર ગ્રૂપના સભ્ય હતા. તેઓ નીરવ મોદીના મામા છે. સરકારી એવી પંજાબ નેશનલ બેન્ક પાસેથી 14000 કરોડ રૂપિયાથી વધુની ઠગાઇ કરવાનો આરોપ છે. આ પ્રકરણ 2018ની શરૂઆતમાં બહાર આવ્યું હતું. ત્યારબાદ ચોક્સી અને નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયા હતા.
એપ્રિલમાં બેલ્જિયમ પકડાયો
એપ્રિલમાં ભારતની તપાસ એજન્સીઓએ મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં પકડી પાડ્યો હતો. 2018 માં ભારત છોડ્યા બાદ તે એન્ટિગુઆમાં રહેતો હતો. નીરવ મોદીને 2019 માં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ પકડ્યો હતો. હાલમાં તે ત્યાંની જ જેલમાં છે.