• ગાઝિયાબાદ પોલીસે બાળકોની ચોરી કરતી ગેંગ પકડી છે
  • આ ગેંગે જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી 4 મહિનાના બાળકની ચોરી કરી હતી
  • પોલીસે આ ગેંગના પાંચ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે

ગાઝિયાબાદ પોલીસે એક એવી ગેંગને પકડી છે, જે માંગણી પર બાળકોની ચોરી કરતી હતી. 6 ઓગસ્ટના રોજ આ ગેંગે જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી 4 મહિનાના બાળકની ચોરી કરી હતી. આ ગેંગના અગાઉના બનાવો પણ બહાર આવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે આ ગેંગ સરોગેટ તરીકે પણ કામ કરતી હતી. આ ગેંગમાં 7 સભ્યો છે. જેમાંથી પાંચ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે પાંચ સભ્યોની કરી ધરપકડ

ડીસીપી સિટી ગાઝિયાબાદ રાજેશ ચૌરસિયાએ કહ્યું હતું કે 6 ઓગસ્ટના રોજ જિલ્લા સરકારી હોસ્પિટલમાંથી 4 મહિનાના બાળકની ચોરી થઈ હતી. માત્ર 10 કલાકમાં જ આ ગેંગના પાંચ લોકોની ધરપકડ કરીને પર્દાફાશ કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા લોકોમાં લોકેશ અરોરા, તેની પત્ની કવિતા અરોરા, સુલેખા દેવી, ફૂલબાઈ અને કવિતાનો સમાવેશ થાય છે.

ચાર મહિના પહેલા આપ્યો હતો બાળકને જન્મ

પોલીસ પૂછપરછમાં ખુલ્યું હતું કે ફુલબાઈ પાસે રહેતી મહિલાએ ચાર મહિના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ત્યારથી આ ગેંગની નજર આ બાળક પર હતી. ફૂલબાઈએ તેમની પુત્રી કવિતાને આ મહિલા સાથે બાળકને જોવા માટે એમએમજી હોસ્પિટલમાં મોકલી હતી. જ્યારે બાળકની માતા ડોક્ટર પાસે અંદર ગઈ ત્યારે તેણે બાળકને કવિતાને સોંપ્યું. ત્યાંથી કવિતાએ તે બાળકને આગળ સુધી પહોંચાડ્યું.

બાળકોની માંગ પર ચોરી કરીને આગળ વેચે છે આ ગેંગ

આ ગેંગ બાળકોની માંગ પર ચોરી કરીને આગળ વેચે છે. અગાઉ તેણે મધુબન પોલીસ સ્ટેશન બાપુધામ વિસ્તારમાં પણ આવી જ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો. તેમજ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ લોકો સરોગેટ તરીકે પણ કામ કરતા હતા. આ કેસમાં સવિતા અને લતીફ હજુ ફરાર છે.

  • Follow us on: