- વકીલ કમિશનની કાર્યવાહી સમયના ફોટા વિડીયો મીડિયામાં વાયરલ
- ASI સર્વે કમિશનની કોઈપણ સત્તાવાર રિપોર્ટ બહાર નથી આવી: વકીલ
- મુઘલ સિક્કાઓ પર સ્વસ્તિક અને ૐની આકૃતિ કોતરવામાં આવતી
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેનો આજે પાંચમો દિવસ છે. મસ્જિદમાં સર્વેની કામગીરી ચાલી રહી છે, પરંતુ, આ દરમિયાન મુસ્લિમ પક્ષ અંજુમન ઇન્તજામિયા મસાજિદ કમિટીના વકીલે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે સર્વે દરમિયાન મસ્જિદમાં દેખાઈ રહેલ ત્રિશુળનુ ચિન્હ વાસ્તવમાં ત્રિશુળનુ ચિન્હ નથી પરંતુ ‘અલ્લાહ’ લખેલું છે.
અંજુમન ઇન્તજામિયા મસાજિદ કમિટીના વકીલ અખલાક અહમદે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જેટલા પણ દવા હાલ મીડિયા રિપોર્ટ્સમાં મંદિરને લઈને કરવામાં આવી રહ્યા છે તે કમિશનની કાર્યવાહી સમયના ફોટોઝ અને વિડિયોઝ છે. હાલ ચાલી રહેલી ASI સર્વે કમિશનની કોઈપણ સત્તાવાર રિપોર્ટ બહાર નથી આવી, કારણ કે તેને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ છે.

અખલાક અહમદે આગળ જણાવ્યું છે કે જે તસવીરો સામે આવી રહી છે તે તમામ તસવીરો છેલ્લી વખતના એડવોકેટ સર્વેની કાર્યવાહીમાં લેવાયેલી તસવીરો છે. તેણે કહ્યું કે ASI એ તપાસ કરવાની છે કે મસ્જિદની નીચે આખરે શું છે? એડવોકેટ કમિશનની કાર્યવાહી દરમિયાન છેલ્લે જે પણ ફોટો વિડિયો ચલાવવામાં આવી રહ્યો છે અને તેઓ તેને ફરીથી નવી રીતે કેમ વિકસાવી રહ્યા છે?
મસ્જિદના ગુંબજની તસ્વીરો ગત વખતની છે
વકીલ અખલાક અહમદે એમ પણ કહ્યું કે દર્શાવવામાં આવી રહેલ મસ્જિદના ગુંબજની તસ્વીરો ગઈ વખતની છે. હાલ ચાલી રહેલા ASI સર્વેનો રિપોર્ટ સીલબંધ થઈને કોર્ટમાં રજૂ કરાશે. તે જાહેર થઈ જ ના શકે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્જિદના ગુંબજની નીચે શંકુ આકાર અથવા શિખર જેવી આકૃતિને લઈને પૂછાયેલ સવાલના જવાબમાં, મસ્જિદ કમિટીના વકીલ અખલાક અહેમદે કહ્યું હતું કે વિશ્વના તમામ મોટા ગુંબજ માત્ર બે ભાગમાં બનેલા છે. જો આવી કોઈ રચના ન હોય, તો હવાને પાર કરવાની જગ્યાના અભાવે ગુંબજ તૂટી જશે.
મુઘલ સિક્કાઓ પર સ્વસ્તિક અને ૐની આકૃતિ કોતરવામાં આવતી
ત્યારબાદ, તેમણે કહ્યું કે ASIના રિપોર્ટમાં જણાવવામાં આવશે કે આવા સંકેત કયા સમયગાળામાં થયા હતા? આ રિપોર્ટ કેસના ચુકાદા દરમિયાન જ ખુલશે. તેમણે કહ્યું કે જે પ્રકારના કારીગરો તે સમયગાળામાં ત્યાં હતા, તેઓએ ઇમારતો પર તે જ વસ્તુઓ કોતર્યા છે. મુઘલ સિક્કાઓ પર સ્વસ્તિક અને ઓમનો આકાર પણ કોતરવામાં આવ્યો હતો. તેથી જ કમળનું ફૂલ મંદિરોમાં જ જોવા મળશે એવું કહેવું ખોટું છે. કોઈપણ વ્યક્તિ ફૂલો બનાવી શકે છે. તેને મંદિર કે ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી.