• ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું
  • આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઈટ રનવે પર હતી
  • પક્ષીની અથડામણ બાદ ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી

ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું. આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઈટ રનવે પર હતી. પક્ષીની અથડામણ બાદ ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. આ ઘટના સવારે 6.45 કલાકે બની હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જ્યારે પક્ષી વિમાન સાથે અથડાય છે, ત્યારે તેને બર્ડ સ્ટ્રાઇક કહેવામાં આવે છે. મુંબઈથી ગોવાના ડાબોલિમ એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે પક્ષી ટકરાવાની ઘટના સામે આવી છે. બુધવારે સવારે એક પક્ષી વિમાન સાથે અથડાયું હતું. બર્ડ સ્ટ્રાઇકને કારણે ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી.

આ મામલે હવે ઘટનાની તપાસ ચાલી રહી છે

અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે 6.45 વાગ્યે બની હતી. ફ્લાઇટ રનવે પર હતી ત્યારે પક્ષી અથડાયું હતું. અથડામણ  બાદ  ફ્લાઇટને રોકી દેવામાં આવી હતી. આ મામલે હવે ઘટનાની તપાસ ચાલી રહી છે. એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "વિમાન દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટથી મુંબઈ માટે ટેકઓફ કરવાનું હતું, પરંતુ બર્ડ સ્ટ્રાઇકને કારણે પ્લેનને રનવે પર જ રોકવું પડ્યું હતું. ફ્લાઇટ તરત જ રદ કરવામાં આવી હતી અને એરક્રાફ્ટને વધુ તપાસ માટે પરિસરમાં પાર્ક કરવામાં આવ્યું હતું,

જાણો બર્ડ સ્ટ્રાઇક શું છે

જ્યારે કોઈ પક્ષી વિમાન સાથે અથડાય છે ત્યારે તેને બર્ડ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. બર્ડ સ્ટ્રાઈક ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે. બર્ડ સ્ટ્રાઈક પછી પાઇલટ નિયંત્રણ ગુમાવી શકે છે. સાથે જ જો પક્ષી એન્જીનમાં ફસાઈ જાય તો એન્જીન ફેલ થવાનું જોખમ વધી જાય છે. જો પ્લેનના એન્જીનમાં પક્ષી ફસાઈ જાય તો પ્લેનમાં આગ લાગી શકે છે.

બર્ડ સ્ટ્રાઈકથી વિમાનને ભારે નુકસાન થઈ શકે છે

બર્ડ સ્ટ્રાઈકથી વિમાનને ભારે નુકસાન થઈ શકે છે. બર્ડ સ્ટ્રાઇક એ વિમાન અને પક્ષી વચ્ચેની અથડામણ છે. પ્રથમ પક્ષી-વિમાન અથડામણ ઓરવીલ રાઈટ દ્વારા 1905માં ઓહાયોમાં થઇ હતી, પરંતુ બદલાતી હવામાનની પેટર્નને કારણે આવી ઘટનાઓ હવે દરરોજ નોંધાય છે.

  • Follow us on: