• ગોવામાં વીજળી પડી હોવાનો વીડિયો આવ્યો સામે
  • એરપોર્ટ પર વીજળી પડતી કેમેરામાં થઇ કેદ
  • રનવેની સાઇડ લાઇટ્સને થયુ હતુ નુકસાન

એક તરફ ગરમી તો બીજી તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રેમલ વાવાઝોડા બાદ પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવી અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. તેવામાં એક વીડિયો ગોવાથી સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ પર વીજળી પડી હોવાનું જોવા મળી રહ્યો છે.

સાઇડ લાઇટ્સમાં નુકસાન

ઉત્તર ગોવાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વીજળી પડી હતી. જો કે તેનો વીડિયો હવે સામે આવ્યો છે. જેમાં નરી આંખે જોઇ શકાય છે કે કેવા ખતરનાક દ્રશ્યો છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યુ નથી પરંતુ રનવેની સાઇડ લાઇટોને નુકસાન થયું હતું.


22મેની ઘટના

જોકે આ ઘટના 22 મેના રોજ બની હતી પરંતુ હવે તેનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાને પગલે ક્ષતિગ્રસ્ત થયેલી લાઇટોનું સમારકામ કરવામાં આવ્યું છે. તે પછી એરપોર્ટને ફરીથી ખોલવામાં આવ્યું. મહત્વનું છે કે એરપોર્ટ પર વીજળી પડવાને કારણે રનવે સાઇડ લાઇટોને નુકસાન થયું હતું. જો કે બાદમાં લાઇટોનું સમારકામ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ આ સમયે છ ફ્લાઇટને નજીકના સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ સાથે તેમણે આ ઘટનાને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો. એરપોર્ટે કહ્યું કે આવી કુદરતી આફતો માનવ નિયંત્રણની બહાર છે.


  • Follow us on: